By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    23 hours ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    5 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    5 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    6 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
    22 hours ago
    રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
    23 hours ago
    કોકરોચ પાર્ટીના સમર્થકોની મારપીટ પર સંસદમાં હોબાળો
    23 hours ago
    દિલ્હીમાં હોબાળો યથાવત્ : CJPનું પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
    23 hours ago
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    41 minutes ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    2 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    3 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    3 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    6 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    7 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઘેડના ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય: રૂ. 1534 કરોડના ખર્ચે ફેઝ-2 યોજના, પૂરની સમસ્યાનો આવશે કાયમી ઉકેલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ઘેડના ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય: રૂ. 1534 કરોડના ખર્ચે ફેઝ-2 યોજના, પૂરની સમસ્યાનો આવશે કાયમી ઉકેલ
રાજકોટ

ઘેડના ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય: રૂ. 1534 કરોડના ખર્ચે ફેઝ-2 યોજના, પૂરની સમસ્યાનો આવશે કાયમી ઉકેલ

Khaskhabar Editor
Last updated: 2026/03/14 at 4:31 PM
Khaskhabar Editor 4 months ago
Share
4 Min Read
SHARE

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી ભેટ: સોરઠી અને બરડા ઘેડમાં જળબંબાકારની સ્થિતિ નિવારવા ફેઝ-2ની યોજનાને મળી વહીવટી મંજૂરી

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કાંઠા વિસ્તારમાં વસતા હજારો ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતજનક નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષોથી ચોમાસા દરમિયાન જળબંબાકાર બની જતા અને ટાપુમાં ફેરવાઈ જતા ઘેડ વિસ્તારની પૂરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. 1,423 કરોડની ફેઝ-2 યોજનાને વહીવટી મંજૂરી આપી દીધી છે. જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ફેઝ-1 અને ફેઝ-2 એમ બંને તબક્કા મળીને કુલ રૂ. 1,534.19 કરોડના માતબર ખર્ચે સોરઠી ઘેડ અને બરડા ઘેડ વિસ્તારના વર્ષો જૂના પ્રશ્નો હલ કરવામાં આવશે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ સોરઠી ઘેડ માટે રૂ. 1,184.18 કરોડ અને બરડા ઘેડ માટે રૂ. 350.01 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેનો સીધો લાભ ઘેડ વિસ્તારના 6 તાલુકાના સેંકડો ગામો અને હજારો ખેડૂતોને મળશે.
રાજ્ય સરકાર દ્વારા આ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે, જેમાં અગાઉ એપ્રિલ-2025માં મંજૂર થયેલી ફેઝ-1 ની રૂ. 139.42 કરોડની યોજનાના કામો હાલ પ્રગતિ હેઠળ છે. મંત્રીએ વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે ફેઝ-1 ના 17 અને ફેઝ-2 ના 12 કામો મળીને આગામી બે વર્ષમાં આ સમગ્ર આયોજન પૂર્ણ કરવાનું સરકારનું લક્ષ્ય છે. આ કામગીરીમાં પોરબંદરના ધારાસભ્ય અને વન-પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ સ્થાનિક ધારાસભ્યોના સતત પ્રયત્નો પણ નિર્ણાયક રહ્યા છે. સેકોન ક્ધસલટન્ટ એજન્સી દ્વારા કરાયેલા વિગતવાર સર્વે અને આઈઆઈટી-ગાંધીનગર દ્વારા કરાયેલા ટેકનિકલ રિવ્યુ બાદ આ ફેઝ-2 ની યોજના તૈયાર કરવામાં આવી છે, જે અંતર્ગત નદીઓના કાંઠાનું પ્રોટેક્શન, ડિસિલ્ટિંગ, જંગલ કટિંગ અને પાણીના વહેણમાં અવરોધરૂપ જૂના સ્ટ્રક્ચર્સને દૂર કરી નવા મોટા ગાળાના સી.ડી. વર્ક્સ બનાવવાનું આયોજન છે. ઘેડ વિસ્તારની ભૌગોલિક સ્થિતિને કારણે ભાદર, ઓઝત, મધુવંતી અને મીણસાર જેવી નદીઓના મુખ પાસે કાંઠા વગરની નદીઓ પૂરના પાણીને રોકી શકતી નથી, પરિણામે 4-5 મહિના સુધી ખેતી લાયક જમીન પાણીમાં ગરકાવ રહે છે. આ સમસ્યાને કારણે ખેડૂતો ચોમાસુ પાક લઈ શકતા નથી અને શિયાળુ વાવેતરમાં પણ મોડું થતા ઉત્પાદન પર માઠી અસર પડે છે. હવે નવા પ્રોજેક્ટ હેઠળ હયાત ટાઈડલ રેગ્યુલેટર્સનું નવીનીકરણ કરવામાં આવશે અને જળ સંગ્રહ શક્તિ વધારવા માટે તળાવોને ઊંડા કરવામાં આવશે. ફેઝ-1 ના કામો જે હાલ જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં ચાલી રહ્યા છે, તેને આગામી ચોમાસા-2026 પહેલા પૂર્ણ કરવાનું આયોજન છે. આ પ્રોજેક્ટના પૂર્ણ થવાથી માત્ર પૂરની સમસ્યા જ નહીં, પણ દરિયાના ખારા પાણીને આગળ વધતા અટકાવી જમીનની ફળદ્રુપતા જાળવી રાખવામાં પણ મોટી સફળતા મળશે.

કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાની મહત્વની ભૂમિકા

પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા દ્વારા પણ અગાઉ ઘેડ વિસ્તારની આ જટિલ સમસ્યાના નિવારણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સંકલન સાધીને વિશેષ રજૂઆતો કરવામાં આવી હતી. તેમના દ્વારા આ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે ’ઘેડ પ્રોજેક્ટ’ ને પ્રાધાન્ય આપી પૂરના પાણીના નિકાલ માટે આધુનિક એન્જિનિયરિંગ તકનીકોનો ઉપયોગ કરવાની હિમાયત કરવામાં આવી હતી. તેમણે આ વિસ્તારમાં જમીન ધોવાણ અટકાવવા અને ખેડૂતોની આવક બમણી કરવાના હેતુથી જળ સંચય અને પાણીના મેનેજમેન્ટ પર ભાર મૂક્યો હતો, જેના ફળસ્વરૂપે આજે આટલી મોટી રકમની યોજના સાકાર થઈ રહી છે.

- Advertisement -

You Might Also Like

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર

64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સંશોધન પત્ર કૌભાંડનો પર્દાફાશ : કમલ મેહતાના પ્રમોશન મુદ્દે ડૉ. નિદત બારોટના ગંભીર આક્ષેપ
Next Article રાજકોટ અદાલતનો સીમાચિહ્નરૂપ ચુકાદો: રેલ્વેમાં નોકરી અપાવવાના બહાને છેતરપિંડી કરનાર શિક્ષકને 1 વર્ષની કેદ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્

Khaskhabar Editor Khaskhabar Editor 41 minutes ago
રાજકોટના બહુમાળી ચોકમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ધરણાનો પ્રયાસ, અનેકની અટકાયત
72મા નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ 31 જુલાઈએ થશે રિલીઝ
આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ગુજરાતરાજકોટ

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?