અવિશ્ર્વાસ પ્રસ્તાવ ફગાવી દેવાયા બાદ સ્પીકર ઓમ બિરલાની વાપસી
વિપક્ષી નેતાઓએ સંસદની બહાર ‘નરેન્દ્ર ભી ગાયબ, સિલિન્ડર ભી ગાયબ’ના નારા લગાવ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ગુરુવારે લોકસભામાં દેશમાં કઙૠ સિલિન્ડરની અછત મામલે વિપક્ષના સાંસદોએ ભારે હોબાળો મચાવ્યો હતો. સવારે 11 વાગ્યે કાર્યવાહી શરૂ થતાં જ સાંસદોએ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. સ્પીકર ઓમ બિરલાએ સાંસદોને કાર્યવાહી ફરી શરૂ કરવા વિનંતી કરી હતી, પરંતુ જ્યારે વિપક્ષ માન્યો નહીં ત્યારે કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. કાર્યવાહી ફરી શરૂ થતાં ઓમ બિરલાએ લગભગ અડધા કલાક સુધી ગૃહને સંબોધન કર્યું. આ પછી, વિપક્ષના હોબાળાને કારણે, કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી.
દેશભરમાં કઙૠ સિલિન્ડરની અછત મામલે આજે સંસદ પરિસરમાં વિપક્ષી દળો વિરોધ પ્રદર્શન કર્યુ. વિવિધ રાજ્યોમાં કઙૠ સિલિન્ડરની અછત અને વધતા ભાવોની સમસ્યાને મુદ્દો બનાવતા, વિપક્ષે સરકાર પર લોકોના રસોડા પર સીધો હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. આ દરમિયાન, રાહુલ ગાંધી કઙૠ સિલિન્ડરના ભાવમાં વધારા સામે સંસદની બહાર વિરોધ પ્રદર્શનમાં જોડાયા. વિપક્ષ નેતાઓએ સંસદની બહાર ‘નરેન્દ્ર ભી ગાયબ, સિલિન્ડર ભી ગાયબ’ ના નારા લગાવ્યા હતા. રાહુલે કહ્યું કે પીએમ મોદી ગભરાઈ ગયા છે. સત્ર શરૂ થાય તે પહેલાં વિપક્ષી સાંસદો સંસદ પરિસરમાં એકઠાં થયા હતા, તેઓએ પોસ્ટરો અને સિલિન્ડરના પ્રતીકો હાથમાં રાખ્યા હતા. વિપક્ષના નેતાઓએ જણાવ્યું હતું કે રાંધણ ગેસના પુરવઠામાં વિક્ષેપથી લાખો પરિવારો મુશ્ર્કેલીમાં મુકાયા છે અને સરકાર પરિસ્થિતિને હળવાશથી લઈ રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું, ‘વડાપ્રધાન કહે છે કે ગભરાવાની કોઈ જરૂર નથી. પરંતુ તેઓ પોતે ગભરાયેલા દેખાય છે, સંપૂર્ણપણે અલગ કારણોસર. તેઓ એપ્સ્ટેઈન-અદાણી કેસને કારણે ગભરાઈ રહ્યા છે. તમે ગઈકાલે જોયું કે ગૃહમાં વડાપ્રધાનની ખુરશી ખાલી હતી. તેઓ દેશને ગભરાવાની જરૂર નથી એમ કહી રહ્યા છે, જ્યારે તેઓ પોતે ચિંતિત દેખાય છે.’
બુધવારે લોકસભામાં સ્પીકર ઓમ બિરલા સામેના અવિશ્ર્વાસ પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ, સ્પીકર ઓમ બિરલા ગુરુવારે ગૃહની અધ્યક્ષતા કરવા માટે ખુરશી પર પાછા ફર્યા.
આ દરમિયાન, રાજ્યસભામાં, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જમ્મુ અને કાશ્ર્મીરના ભૂતપૂર્વ સીએમ ફારુક અબ્દુલ્લા પર થયેલા હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો.



