આરાધના ગ્રુપ – ઝાફર્સ ટી વધુ એક નવું સોપાન
‘આરાધના હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ’ નામે નવું આઉટલેટ 8 માર્ચથી શરૂ થયું
- Advertisement -
રાજકોટની પ્રખ્યાત ઝાફરની ચા સાથે અલગઅલગ પ્રકારના પીણા અને ગરમાગરમ નાસ્તાની મોજ માણી શકાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં ચા અને નાસ્તાના રસિયાઓ માટે આજે વધુ એક આકર્ષણ ઉમેરાયુ છે. આરાધના ગ્રુપ દ્વારા ણઅઋ’જ ઝયફના 22મા આઉટલેટનું ભવ્ય ઉદ્ઘાટન તા. 8 માર્ચ, 2026ના રોજ સવારે 10:00 વાગ્યાથી કરવામાં આવ્યુ હતું. આ નવા આઉટલેટનું નામ ‘આરાધના હોસ્પિટાલીટી પ્રાઇવેટ લિમિટેડ’ રાખવામાં આવ્યું છે. આ ઉદ્ઘાટન પ્રસંગે ઇશ્વરીયા મહાદેવ મંદિરના મહંત હરિશંકર બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે આ નવા આઉટલેટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરમાં ચા અને વિવિધ નાસ્તાના સ્વાદિષ્ટ વિકલ્પો પ્રદાન કરવા માટે ણઅઋ’જ ઝયફ સતત નવા આઉટલેટ્સ શરૂ કરી રહ્યું છે. નવું આઉટલેટ રાજકોટના ભક્તિનગર સર્કલ વિસ્તારમાં શરૂ કરવામાં આવ્યુ છે.
આ કાર્યક્રમમાં વેપારીઓ, ગ્રાહકો અને આમંત્રિત મહેમાનો સહિત અનેક મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રાજકોટની પ્રખ્યાત ઝાફર’સની ચાના બાવીસમા આઉટલેટમાં ચાના શોખીનો માત્ર ચા જ નહીં પરંતુ અલગઅલગ પીણા અને ગરમાગરમ નાસ્તાની મોજ પણ માણી શકશે.



