ચટકદાર, સૂકો, પાણીદાર, ભડકીલો, આંછેરો, તેજ, ઊડેલો, બળેલો, બરછટ, ગંધાતો, ધોવાયેલો, મેલો, સુઘડ
ભારતીયોની જન્મભૂમિ, કર્મભૂમિ, એવા ભગવતસ્થાન, ભગવાસ્થાનમાં રંગોનો તહેવાર પણ હોય.
- Advertisement -
ભારત એ રંગિસ્તાન
રંગ સૃષ્ટિમાં સ્વીકાર અને પરિવર્તનની ભાત ઉપસાવે, દરેક ધર્મને પોતાનો એક રંગ હોય, જ્યોતિષમાં રંગોનું સ્થાન શ્રેષ્ઠકક્ષાએ
જો રંગ ન હોતા તો આકર્ષણ – ભૌતિકતા – માયાનું પ્રમાણ માણસમાં નહીંવત હોતું, રંગ વૈભવતાનું અપ્રતિમ પ્રતિક
- Advertisement -
એકપણ વ્યક્તિ કે વસ્તુનો પડછાયો રંગીન હોતો નથી, બનાવટી રંગો માણસને ઠગવા કરતા આનંદ આપવામાં વધુ ઉપયોગી
આંખો વિના રંગોનું સ્થાન આ જગતમાં ઈશ્ર્વર સમાન, માત્ર કલ્પના…: હવાનો રંગ અદ્રશ્ર્ય અને આત્માનો રંગ અવર્ણનીય…
લેન્સ એ રંગોનું કેદખાનું, કેમરાની દ્રષ્ટિએ રંગો ચોર, ફોટોશોપ જેવા સોફ્ટવેરથી કલરનો ભ્રષ્ટાચાર થાય
રંગ આકર્ષણ અને અણગમાનો જન્મદાતા, રંગ પરથી કોઈપણ વ્યક્તિ કે વસ્તુ પરત્વે ઘણા લોકોની પસંદ નાપસંદ ખ્યાલ આવે
છોકરીઓનો ફેવરિટ કલર પિંક અને બ્લ્યૂ હોય, પુરુષોમાં રંગની પસંદગી અને લોકપ્રિયતા અવાર-નવાર બદલાતી રહે
દુનિયાભરમાં તહેવારો, ઘટનાઓ, અકસ્માતો અને યુદ્ધો માનવજીવનમાં અવનવા, ભાતભાતનાં, ચિત્ર-વિચિત્ર રંગ પૂર્યા જ કરે
રંગો સૂચન, સંકેત અને સલાહ બક્ષે: એ અશાબ્દિક પ્રત્યાયનનો રાજા: પેન, પેન્સિલ અને પીંછીથી રચાતા અક્ષર, આકૃતિ અને આકાર રંગ વિના અશક્ય
રંગમાં માનવસ્વભાવને શાંત અને ઉત્તેજીત કરવાની શક્તિ, રંગ જીવનને રસપૂર્ણ બનાવે, રંગો ભેદભાવ અને તફાવત સર્જે
કુદરતથી મોટો ચિત્રકાર બીજો કોઈ નથી, કુદરતી ફેરફાર દ્વારા રંગ બદલાતાં રહેવાની કળાથી આપણે ઈશ્ર્વરના ભક્ત બની જઈએ છીએ
રંગો ઓળખને આસાન બનાવે, કોઈપણ વસ્તુ-વ્યક્તિના ગુણધર્મને રંગ બખૂબી બયાન કરી શકે, પ્રકાશ વિના રંગનો ઉદભવ શક્ય નથી



