બાઈક બાબતે થયેલી માથાકૂટમાં સમાધાન માટે બોલાવી બે મિત્રોને હડધૂત કરી હુમલો : ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના આંબેડકરનગરમાં રહેતા અને મજુરી કરતા મોહીતભાઇ મનસુખભાઈ ચંદ્રપાલ ઉ.27એ લાલો આહીર, જયદેવ ડાંગર અને તપાસમાં જે ખુલે તેની સામે માલવીયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 1 જાન્યુઆરીએ રાત્રીના હું મારા ઘરે હતો ત્યારે મારા મિત્ર રોહિત મહેશભાઈ રાઠોડનો મને ફોન આવેલ અને જણાવેલ કે તે તેના પત્ની મેરુનબેન સાથે આંબેડકરનગર તરફ આવતો હતો ત્યારે મવડી ચોકડી ખાતે એક ભાઈ રોંગ સાઈડમાં બાઈક લઇને આવતા હોય જે પત્ની સામે જોતો હોય જે બાબતે તેને ઠપકો આપતા તે ઝઘડો કરે છે તેમ જણાવતા હું ત્યાં ગયો હતો અને રોહીતને જેની સાથે બાઈક ચલાવવા બાબતે બોલાચાલી થઈ હોય તે ભાઈ સાથે વાત કરતા હતા ત્યારે તે ઉગ્ર થઈ મારી સાથે ઝઘડો કરવા લાગેલ જેથી મેં તેને કહેલ કે મહીલા સાથે છે સભ્યતાથી વાત કરો તેમ કહેતા તેણે કહેલ કે મહીલાને મુકી ને આવ પછી આપણે વાત કરીએ અને આ મો.સા.ના ચાલકે મને તેનુ નામ જયદેવ ડાંગર અને મહિરાજ હોટેલના માલીક હોવાનુ મને કહેલ કે તું ક્યાં રહે છો ? અને કેવો છો? કહી મારી પાસે મારા મોબાઈલ નંબર માંગેલ જે થી મેં તેને મારી ઓળખાણ આપી તેના મોબાઈલ નંબર ઉપર મિસ્ડ કોલ કર્યો હતો ત્યાર બાદ અમે ત્રણેય ઘરે જતા રહ્યા હતા ત્યાર બાદ રાત્રીના રોહીતભાઇના માનેલા બનેવી નાજાભાઇનો મેરુનબેનમાં ફોન આવેલ અને જણાવેલ કે તમારે જે મવડી ચોકડી ખાતે ઝગડો થયેલ તે બાબતે સમાધાન કરવા માટે મહીરાજ હોટેલ મવડી ચોકડી ખાતે આવો જેથી હું તથા રોહીત બન્ને બાઈક લઇને મહીરાજ હોટેલ ખાતે ગયા હતા અને ત્યાં એક ભાઇ આવેલ અને કહેલ કે હું લાલો આહીર તે શું મારા ભાઇ સાથે બબાલ કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી માપમાં રેજે નહીંતર કાપીને કટકા કરીને અહીં ગટરમાં નાખી દઈશું તેવી ધમકી આપી હતી ત્યારે પાછળથી કોઇએ મને માથાના ભાગે કડુ મારેલ અને મેં જોયેલ તો જયદેવ ડાંગરે મને માથામાં મારી મને મારી જ્ઞાતી વિશે જેમ ફાવે તેમ બોલી ગાળો દીધી હતી લાલો આહિર તથા જયદેવ ડાંગર તથા અજાણ્યા બીજા બે થી ત્રણ માણસોએ મને તથા રોહીત રાઠોડને માર માર્યો હતો બીજા માણસોએ અમો બન્નેને વધારે માર મારથી બચાવ્યા હતા સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



