ઈઉંઈં આકરાંપાણીએ, કહ્યું- તમે એ શીખવવા માગો છો ન્યાયતંત્ર ભ્રષ્ટ છે? આ મોટું ષડયંત્ર: જવાબદારી નક્કી કરો, છોડીશું નહીં
સુપ્રીમ કોર્ટનો આ પુસ્તકની બધી જ પ્રિન્ટ અને ડિજિટલ કોપીઓ તાત્કાલિક હટાવવાનો આદેશ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
સુપ્રીમ કોર્ટે ગુરુવારે ગઈઊછઝ ધોરણ 8 સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં ‘જ્યુડિશિયલ કરપ્શન’ (ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર) સંબંધિત ચેપ્ટર પર સુનાવણી કરી. કોર્ટે આ વિવાદાસ્પદ પ્રકરણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો, સાથે જ પુસ્તકના પ્રકાશન અને વેંચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત પુસ્તકની બધી પ્રિન્ટ અને ડિજિટલ કોપીઓ તાત્કાલિક હટાવવાનો પણ આદેશ આપ્યો.
કોર્ટે શિક્ષણ મંત્રાલયના સચિવ અને અન્ય અધિકારીઓને નોટિસ ફટકારી હતી. તેમણે અભ્યાસક્રમ સંબંધિત બેઠકોના રેકોર્ડ અને પુસ્તકના લેખકોના નામ માંગ્યા હતા. ઈઉંઈં એ જણાવ્યું હતું કે જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. આ મામલાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને કેસ બંધ કરવામાં આવશે નહીં.
સુનાવણી દરમિયાન, શિક્ષણ મંત્રાલયે બિનશરતી માફી માંગી. ઈઉંઈં સૂર્યકાંતે ટિપ્પણી કરી કે આ ન્યાયતંત્રને બદનામ કરવા માટે ઇરાદાપૂર્વકનું કાવતરું હોય તેવું લાગે છે. આજે ન્યાયતંત્ર આઘાતમાં છે. કોર્ટે ગઈઊછઝને ક્રિમિનલ કંટેમ્પ્ટની ચેતવણી પણ આપી હતી. સુપ્રીમ કોર્ટે ગઈઊછઝના ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં જ્યુડિશિયલ ભ્રષ્ટાચાર પરના ચેપ્ટરની સુઓમોટો નોંધ લીધી છે. ઈઉંઈં સૂર્યકાંત, જસ્ટિસ જોયમલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બનેલી બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે.
સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે 4 મુખ્ય નિર્દેશ આપ્યા
- Advertisement -
કેન્દ્ર અને રાજ્ય શિક્ષણ વિભાગોએ ખાતરી કરવી જોઈએ કે પુસ્તક, પછી ભલે તે શાળાઓમાં હોય, છાપેલ હોય કે ડિજિટલ સ્વરૂપમાં, તાત્કાલિક જાહેર જનતાની પહોંચથી દૂર કરવામાં આવે.
પુસ્તકના છાપેલ કે ડિજિટલ સંસ્કરણનું વિતરણ કોર્ટના આદેશનું ઇરાદાપૂર્વક ઉલ્લંઘન માનવામાં આવશે.
તમામ રાજ્યોના શિક્ષણ વિભાગોના મુખ્ય સચિવોએ બે અઠવાડિયામાં આ મામલે લેવાયેલા પગલાંનો અહેવાલ સુપ્રીમ કોર્ટને સુપરત કરે.
રિપોર્ટ મળ્યા પછી, કોર્ટ સમગ્ર મામલાની તપાસ કરવા અને જવાબદારોની ઓળખ કરવા માટે એક સમિતિની રચના કરશે.



