ઈન્ડિગો અને અકાસા સહિત અનેક એરલાઈન્સ પ્રભાવિત
ચેક-ઈન કાઉન્ટર્સ પર લાંબી લાઈનો લાગી, અનેક મુસાફરો મુશ્કેલીમાં મૂકાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
દિલ્હી અને મુંબઈ સહિત અનેક શહેરોના એરપોર્ટ સિસ્ટમમાં સર્વર ડાઉન થવાને કારણે મુસાફરોને મુશ્ર્કેલીનો સામનો કરવો પડ્યો છે. નેવિટેયર (ગફદશફિંશયિ) પેસેન્જર સર્વિસ સિસ્ટમમાં આવેલી ટેકનિકલ ખામીને કારણે ગુરુવારે સવારે દિલ્હી અને મુંબઈ સહિત અનેક એરપોર્ટ પર મુસાફરોને ભારે અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો.
દિલ્હી એરપોર્ટ પર આ સમસ્યા સવારે 6:45 થી 7:30 વાગ્યાની વચ્ચે રહી હતી, જેના કારણે ઈન્ડિગો, અકાસા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ જેવી એરલાઈન્સની કામગીરી પ્રભાવિત થઈ હતી. સર્વર ડાઉન હોવાને કારણે પેસેન્જર લોગનું સંચાલન મેન્યુઅલ રીતે કરવું પડ્યું હતું, જેના પરિણામે ચેક-ઈન કાઉન્ટર્સ પર મુસાફરોની લાંબી કતારો લાગી ગઈ હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈન્ડિગોએ 25 મિનિટની અંદર આ ટેકનિકલ ખામીને સુધારી લીધી હતી, જ્યારે સવારે 7:30 વાગ્યા સુધીમાં ટેકનિકલ ફોલ્ટ સંપૂર્ણપણે દૂર કરી દેવામાં આવ્યો હતો. મુંબઈ એરપોર્ટ પર પણ મુસાફરોએ આ સર્વર સમસ્યાને કારણે ઘણી મુશ્ર્કેલી વેઠવી પડી હતી.
નેવિટેયર સર્વર ડાઉન થવાની સૌથી વધુ અસર મુસાફરોની બોર્ડિંગ અને ચેક-ઈન પ્રક્રિયા પર પડી. દિલ્હી અને મુંબઈ એરપોર્ટ પર સિસ્ટમ કામ ન કરવાને કારણે એરલાઈન્સ સ્ટાફને કાગળો પર મેન્યુઅલ એન્ટ્રી કરવી પડી હતી. આ ધીમી પ્રક્રિયાને કારણે એરપોર્ટના પ્રસ્થાન વિસ્તારમાં ભારે ભીડ જમા થઈ ગઈ અને મુસાફરોને કલાકો સુધી રાહ જોવી પડી હતી.
ટેકનિકલ ખામીનો ભોગ મુખ્યત્વે એવી એરલાઈન્સ બની જે નેવિટેયર (ઙફડ્ઢ જયદિયિ જુતયિંળ) નો ઉપયોગ કરે છે. ઈન્ડિગો, અકાસા અને એર ઈન્ડિયા એક્સપ્રેસના મુસાફરોને સૌથી વધુ મુશ્ર્કેલી પડી હતી. જોકે, ઈન્ડિગોએ તત્પરતા દાખવીને 25 મિનિટની અંદર પોતાના સ્તરે આ ગ્લિચ સુધારી લીધી હતી, પરંતુ સમગ્ર સિસ્ટમને સામાન્ય થવામાં સવારે 7:30 વાગ્યા સુધીનો સમય લાગ્યો હતો.
આ ટેકનિકલ ખામીને કારણે અનેક ફ્લાઈટ્સ મોડી પડી હતી. ઘણા મુસાફરોએ સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી કે તેઓ સમયસર બોર્ડિંગ કરી શક્યા ન હતા. ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને રૂટ પ્રભાવિત થયા હતા. સવારના પીક અવર્સમાં આ સમસ્યા મુસાફરો માટે મોટી મુશ્ર્કેલી બની ગઈ હતી. ઈન્ડિગો અને એર ઈન્ડિયા એક્સપ્રેસે મુસાફરોને ફ્લાઈટ સ્ટેટસ ચેક કરવા અને વધારાનો સમય લઈને એરપોર્ટ પહોંચવાની અપીલ કરી હતી. એરલાઈન્સે અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો અને જણાવ્યું કે ટેકનિકલ ટીમે ટૂંક સમયમાં જ સમસ્યાનો ઉકેલ લાવી દીધો હતો.



