પેડક રોડ પરની રણછોડવાડીમાં બનેલો બનાવ : પોલીસે ગુનો નોંધી આરોપીને દારૂ સાથે ઝડપી પાડ્યો
લગ્ન હોવાથી આજીજી કરતા અગાઉ ફરિયાદ ન કરી : પડોશીના ઘરમાંથી 200 ડોલર પણ ચોરી લીધાં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના પેડક રોડ પર રણછોડવાડીમાં રહેતા રેસ્ટોરન્ટ સંચાલક ધવલભાઈ નરેશભાઈ હરગણ ઉ.33ના બંધ મકાનમાંથી પાડોશી જયેશ ઉર્ફે ગટ્ટુ રાજેશભાઈ ગામીએ સોના-ચાંદીના દાગીના, રોકડ ઉપરાંત 200 ડોલરની ચોરી કરી નાસી જતા બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તેને દારૂની બોટલ સાથે ઝડપી લીધો છે. રણછોડવાડીમાં રહેતા ધવલભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે કુવાડવા રોડ પર રેસ્ટોરન્ટ ધરાવે છે મોટો ભાઈ ગૌરાંગ અને ભાભી સોનલબેન આફ્રિકા રહે છે. સોનલબેન છેલ્લા દોઢેક મહિનાથી તેના ઘરે આવ્યા છે ગઈ તા. 9નાં રોજ તેના ભાભી અને દાદી સુરત લગ્નમાં ગયા હતા. જ્યારે તે અને તેના પિતા રેસ્ટોરન્ટમાં હતા દરમિયાન સાંજે તેના પત્ની માતા અને પાડોશીઓ સાથે રેસ્ટોરન્ટમાં જમવા આવ્યા હતા. તે વખતે તેની પત્નીના ફોનમાં પાડોશી જયેશે કોલ કરી ટિફિન બંધાવાની વાત કરી હતી. આ બાબતે શંકા જતાં તત્કાળ તેની પત્ની મીનાક્ષીબેનને ઘરે મોકલી હતી તે વખતે જયેશ તેના મકાનના ફળિયામાં જોવા મળ્યો હતો. ક્યા કારણથી આવ્યા છો તે બાબતે પૂછતા તેનો નંબર લેવા માટે આવ્યાનું કહ્યું હતું. આ વાત ગળે નહીં ઉતરતા તેની પત્નીએ કબાટમાં રાખેલ પર્સ ચેક કરતાં તેમાંથી 7 હજાર ગાયબ હતાં. જે રકમ જયેશે ચોરી કર્યાની શંકા જતાં પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું જો કે જયેશે પોતાની ભૂલ થઇ ગઇ છે અને હાલ લગ્નની વાત ચાલુ હોવાથી ફરિયાદ નહીં કરવાની વિનંતી કરી 7 હજાર પરત આપી દીધા હતા બાદ ગઈ તા. 13ના રોજ બપોરે તેના ભાભી સોનલબેનને ચોરી થયાની જાણ થતાં તેણે રૂમમાં માળિયામાં થેલામાં મૂકેલૂ પર્સ ચેક કરવા કહ્યું હતું. જેથી તે પર્સ ચેક કરતાં તેમાંથી સૌનાના 2 ચેન, 4 વીંટી, 3 જેન્ટસની વીટી, પાટલા, ચાંદીની વીંટી, ચાંદીનો સિક્કો, 8 હજાર, 200 ડોલર અને તેના ભાભીનો પાસપોર્ટ ગાયબ હતાં
પાડોશી જયેશે જ આ ચોરી કર્યાની શંકા જતા તેને બોલાવી પૂછપરછ કરતાં કબૂલી લીધું હતું. એટલું જ નહીં મત્તા બે-ત્રણ દિવસમાં આપી દેશે તેમ કહ્યું હતું પરંતુ કાંઇ પરત નહીં આપતા અંતે તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી પીઆઇ રાણે સહિતનો સ્ટાફ જયેશને પકડવા જતાં તે દારૂની એક બોટલ સાથે મળી આવતા પ્રોહીબીશનનો અલગથી ગુનો નોંધી ચોરીનો મુદ્દામાલ કબજે કરવા તજવીજ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં તેણે એવી કબૂલાત આપી હતી કે હાલમાં દેણું વધી જતાં ચોરી કરી હતી. છે.



