ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના પરાપીપળીયા ગામે રહેતા જયંતિભાઇ દાનાભાઈ રાઠોડ ઉ.45એ વિક્રમ સોનારા સામે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત રાત્રીના હું મારા ઘરે હતો ત્યારે મારા ફોનમા મારા કુટુંબીક ભાઇ જેઠુરભાઈનો ફોન આવેલો અને મને કહેલ કે ” તમારા નાના દિકરા કિશન ઉ.17ને થોડુ વાગેલુ છે જેથી તેને એઇમ્સ હોસ્પિટલ લાવેલ છુ તો તમે આવો જેથી હું એઇમ્સ હોસ્પિટલ ખાતે ગયો હતો ત્યા જઈને જોયુ તો મારા નાના દિકરાને ત્યા દાખલ કર્યો હતો અને તેને કપાળના ભાગે પાટો બાંધેલ હતો અને કપડામાં લોહીના ડાઘા હતા બાદ મેં મારા જેહુરભાઈને પુછતા તેણે મને જણાવેલ કે, હું અને તમારો નાનો દીકરો કિશન બન્ને ગ્રીનફિલ્ડ ક્રિકેટ ગ્રાઉંડ ખાતે ક્રિકેટ રમીને મારુ મો.સા લઈને ઘરે આવતા હતા અને હુ બાઇક ચલાવતો હતો તે દરમિયાન રસ્તામાં પરાપિપળીયાના પાટીયાથી થોડા આગળ પહોચતા ત્યા વિક્રમભાઇ સોનારા સામેથી ચાલીને આવતો હતો અને તેના હાથમા કુહાડો હોય જેને અચાનક જ કોઇ કારણસર ચાલુ બાઇકમા કુહાડાનો ઘા મારવા જતા હું નીચે જુકી ગયેલો અને મારી પાછળ બાઇકમા બેઠેલા તમારા દીકરા કિશનને કુહાડાનો ઘા વાગી ગયો હતો હું તથા કિશન બન્ને મો.સા સહીત નીચે પડી ગયા હતા આ વિક્રમે ફરિથી બીજો કુહાડાનો ઉંધો ઘા કિશનના જમણા હાથના ભાગે મારેલ અને આ વિક્રમ ત્યાંથી ભાગી ગયો હતો બાદમાં ફરિયાદ નોંધાવી હતી.



