સૌરાષ્ટ્રના ગામેગામથી નકલી શરાબની ફેક્ટરીઓ પકડાઈ રહી છે
નકલી દારૂ પીવાથી કિડની-લિવર અને હૃદય પર ગંભીર અસર થાય છે
- Advertisement -
નકલી દારૂ પીધો તો ગયા કામથી…
બુટલેગરો દ્વારા હાઇટેક પદ્ધતિ થકી નકલી દારૂનો રંગ, સ્વાદ અને ગંધ આબેહૂબ બનાવવા આવે છે. જેથી અસલી અને નકલીનો ભેદ જાણવો મુશ્ર્કેલ બની જાય છે. નકલી દારૂમાં સ્પિરિટ, મિથાઈલ આલ્કોહોલ, ઈથાઈલ આલ્કોહોલ, યુરીયા, ઓક્સીટોસીન ઈન્જેક્શન જેવા ઝેરી ગણાતા રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે અને આ કેમિકલની માત્રામાં વધારો થતાં તે ઝેરી બને છે. નકલી દારૂ ગટગટાવી લીધા બાદ શરીરમાં ઘણા ફેરફારો દેખાઈ છે. કેમિકલયુક્ત નકલી દારૂના સેવનથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચી શકે છે. જાણકારો કહે છે કે, જો ભૂલેચૂકે પણ આવો દારૂ પી ગયા તો ગયા કામથી…
રાજસ્થાન-ખઙથી દારૂ લાવવાને બદલે બુટલેગરોએ ઘરઆંગણે દારૂનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો
- Advertisement -
નકલી દારૂમાં અત્યંત હાનિકારક પદાર્થોનો અને ઝેરીલાં કેમિકલ્સનો બેફામ ઉપયોગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
\ગુજરાતના વિવિધ શહેરો અને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જૂનાગઢ, જસદણ, મોરબીમાં નકલી વિદેશી દારૂ બનાવતી આખેઆખી ફેક્ટરીઓ પકડાયા બાદ પ્યાસીઓ સ્તબ્ધ થઈ ચૂક્યા છે. માળિયામિયાણા, વિંછીયા, પડધરી, ધોરાજી જેવા ગામોમાં બ્રાન્ડેડ બોટલોમાં કેમિકલયુક્ત નકલી દારૂ ભરવાના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ હવે પ્યાસીઓનો બુટલેગરો પરથી ભરોસો ઉઠવા લાગ્યો છે. પરિણામે લાખોનો માલ હાજર હોવા છતાં બુટલેગરો પાસેથી સસ્તામાં પણ દારૂ ખરીદવા કોઈ પ્યાસી તૈયાર ન હોવાનું જણાય છે.
છેલ્લા કેટલાક સમયથી પોલીસ દ્વારા નકલી દારૂ બનાવતી ફેક્ટરીઓ પર કરવામાં આવેલા ઉપરાઉપરી દરોડાને પગલે બુટલેગરોની હાલત કફોડી બની છે. મોટાભાગે બુટલેગર પાસેથી મળતો દારૂ નકલી હોવાના કિસ્સા બહાર આવતા હવે બુટલેગરો પાસેથી અસલી કે નકલી કોઇપણ માલ લેવા પ્યાસીઓ રાજી નથી, નાછૂટકે કોઈક જ બુટલેગર પાસેથી બ્રાન્ડેડ વસ્તુ લઈ રહ્યા છે. જોકે એ પણ ડરીડરી પી રહ્યા છે કે, ક્યાંક આ નકલી તો નહીં હોય ને.
જે રીતે એક પછી એક કેમિકલ, કલર અને સ્પિરિટ મિક્સ કરીને ‘બ્રાન્ડેડ’ દારૂ બનાવવામાં આવતા હોવાના રેકેટ બહાર આવ્યા છે તે પરથી પ્યાસીઓનો જાણે નશો ઉતરી ગયો છે. બુટલેગરો અસલી જેવી દેખાતી બોટલો, ડુપ્લીકેટ સ્ટીકર અને સીલનો ઉપયોગ કરીને મોંઘા ભાવે સ્વાસ્થ્ય માટે અત્યંત ઘાતક કહી શકાય તેવો ઝેરી કેમિકલયુક્ત દારૂ પધરાવતા હોવાના ઘસ્ફોટથી ભલભલાએ બુટલેગર પાસેથી દારૂ ખરીદવાનું બંધ કર્યું છે અને પરમિટના લિકર પર જ આશરો રાખવાનું શરૂ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, નકલી બનાવટી દારૂ પીવાથી જીવનું જોખમ હોવાની બીકે નિયમિત પ્યાસીઓએ પણ બુટલેગરોનો સંપર્ક કરવાનું ટાળ્યું છે. એટલે આજકાલ માર્કેટમાં દારૂની અછત હોવાની જગ્યાએ કેટલાક બુટલેગરો પાસે માલનો ભરાવો થઈ ગયો છે. વળી કઈ બોટલમાં કયો અસલી અને કયો નકલી દારૂ કયો બુટલેગર પધરાવે છે એ પ્યાસીઓ માટે નક્કી કરવું મુશ્ર્કેલ બન્યું છે. એટલે બુટલેગરોની સાથેસાથે પ્યાસીઓની હાલત પણ કફોડી બનતી હોવાનું જાણવા મળે છે.



