તુષાર રાચ્છ અને શુભાંગી રાચ્છનું નવું-સ્વાદિષ્ટ સાહસ
અહીંના મસાલા પાઉં અને ચીઝ બ્લાસ્ટ વડાપાઉં એટલે સ્વાદનો જબરદસ્ત વિસ્ફોટ
- Advertisement -
રૈયા રોડ પર ન્યૂ એરા સ્કૂલ પાસે ગોલ્ડન સુપર માર્કેટની બાજુમાં માધવ વાટિકા કોમ્પ્લેક્સમાં ‘ખાઉંપાઉં’ વડાપાઉં શરૂ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભાગ્યે જ કોઈ એવું હશે કે જેને સ્વાદથી ભરપૂર ચટાકેદાર વડાપાઉં ભાવતા ન હોય. વડાપાઉં સમગ્ર દેશમાં સૌથી વખણાયેલી સ્ટ્રીટ ફૂડ આઈટમ છે. મહારાષ્ટ્રમાંથી આવનાર આ સ્ટ્રીટ ફૂડ આઈટમ દાયકાઓથી દેશના મોટાભાગના રાજ્યોમાં ગલીઓ ગલીઓમાં પહોંચી ગઈ છે. સ્વાદના શોખીનો વડાપાઉંની ઉત્સાહથી જ્યાફત માણતા હોય છે પરંતુ આજે ભાગ્યે જ ઓથેન્ટિક ઓરીજીનલ ટેસ્ટના વડાપાઉં મળે બાકી ચીઝ, માયોનીઝ અને બટરમાં નવડાવેલા તરહતરહ સોસ નાખેલા ફેન્સી વડાપાઉં જ બધે હોય છે. એટલે જો તમારે પણ રિયલ અસ્સલ બમ્બૈયા વડાપાઉંનો ટેસ્ટ રાજકોટમાં કરવો હોય તો રૈયા રોડ પાસે શરૂ થયેલા ખાઉંપાઉં વડાપાઉંની મુલાકાત લેવી પડશે.
રૈયા રોડ પર ન્યૂ એરા સ્કૂલ પાસે ગોલ્ડન સુપર માર્કેટની બાજુમાં માધવ વાટિકા કોમ્પ્લેક્સમાં ખાઉંપાઉં વડાપાઉં શરૂ થઈ ગયું છે. ખાઉંપાઉં વડાપાઉંની ખાસ વાત એ છે કે, અહીં મુંબઈના ઓન્થેન્ટિક ઓરીજીનલ ટેસ્ટ સાથેના વડાપાઉં મળે છે એ પણ શુદ્ધ સિંગતેલ અને અમુલ બટર-ચીઝમાં બનાવેલા. સાથે જ અહીં વડાપાઉં સાથે મળતા સોસ, ચટણી અને મસાલા પણ કોઈપણ પ્રકારના કેમિકલ કે કલર ઉમેર્યા વિના નેચરલ પ્રોસેસથી ઈનહાઉસ જ બનાવવામાં આવે છે. જેમ કે મુંબઈની સ્પેશિયલ સૂકી લસણની ચટણી. ખાઉપાઉં વડાપાઉંના ઓનર પિંકી તુષાર રાચ્છ જણાવે છે કે, ઓરીજીનલ ટેસ્ટ સાથે ક્વાલિટી અને કોન્ટેટી અમારી યુએસપી છે. ખાઉપાઉં વડાપાઉં સ્પાઈસી ખાવાનાના શોખીનો માટે સ્વર્ગ કહી શકાય. અહીં તીખું ખાધા બાદ તમતમ નહીં બોલે કે એસિડિટી નહીં થાય તેની ગેરેંટી. ખાઉંપાઉં વડાપાઉંની એક મુલાકાત તમારા માટે ’સ્વાદગાર’ બની રહેશે.
ખાઉંપાઉં વડાપાઉં તેના યમ્મી ટેસ્ટ અને હાઇજિન સાથે વડા અને પાઉંની બિગ સાઈઝ માટે પણ ટૂંક સમયમાં વધુ પડતું પ્રખ્યાત થઈ ચૂક્યું છે. અહીંનું મસાલા પાઉં, ચીઝ બ્લાસ્ટ વડાપાઉં અને જૈન વડાપાઉં સુપરડુપર હિટ છે. વળી વડાપાઉંનું પાઉં એટલે કે બ્રેડ પણ બ્રાઉન યૂઝ કરવામાં આવે છે. મતલબ કે, ટેસ્ટ સાથે ફૂડીઝની હેલ્થનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જો તમે પણ મુંબઈ સ્ટાઈલ અસ્સલ બમ્બૈયા ટેસ્ટી વડાપાઉં કે મસાલા પાઉં ખાવા ઈચ્છતા હોય તો ખાઉપાઉં વડાપાઉંની મુલાકાત અવશ્ર્ય લેજો, અહીં કેળામાંથી બનેલા જૈન વડાપાઉં પણ અવેલેબલ છે. આ સિવાય ઘર કે ઓફિસ બેઠાબેઠા ખાઉંપાઉં વડાપાઉં ટેસ્ટ કરવા હોય તો ઝોમેટો સ્વિગી પર પણ ખાઉપાઉં વડાપાઉં ઉપલબ્ધ છે. ખાઉપાઉં વડાપાઉં દ્વારા પ્રસંગ-પાર્ટી માટે પણ ઓર્ડર (મો. નં. 9909795555) લેવામાં આવે છે. ટૂંકમાં વડાપાઉં ખાવાનો શોખ હોય કે ન હોય પણ જીવનમાં એકવાર રાજકોટમાં મુંબઈ સ્ટાઈલ અસ્સલ બમ્બૈયા વડાપાઉં ટેસ્ટ કરવા હોય તો ખાઉપાઉં વડાપાઉંથી બેસ્ટ પ્લેસ બીજી કોઈ નથી.



