સોશિયલ મીડિયા પર આવેલું ક્ધટેન્ટ ફોરવર્ડ કરતાં પહેલાં વિચારજો !
ગેરકાયદે કે વાંધાજનક એઆઈ ક્ધટેન્ટ શેર કરવા બદલ પણ આઈટી એક્ટ, ક્રિમિનલ કાયદા, પોક્સો હેઠળ કાર્યવાહી થઈ શકશે
- Advertisement -
ફેક ક્ધટેન્ટ અને ડીપફેકને ડામવા સરકારનો માસ્ટરપ્લાન: વાંધાજનક પોસ્ટ હવે 3 કલાકમાં હટાવવી પડશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (અઈં) ના વધતા પ્રસાર અને તેનાથી પેદા થતા ડીપફેક જેવા જોખમોને રોકવા માટે ભારત સરકારે ઐતિહાસિક કદમ ઉઠાવ્યું છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો મુજબ, સોશિયલ મીડિયા પર એઆઈ દ્વારા બનાવાયેલા કોઈપણ ક્ધટેન્ટ પર ’એઆઈ જનરેટેડ’ નું લેબલ લગાવવું હવે ફરજિયાત બનશે. આ નિયમોનો અમલ 20 ફેબ્રુઆરી, 2026 થી સમગ્ર દેશમાં શરૂ કરી દેવામાં આવશે.
નવા નિયમો અંતર્ગત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની જવાબદારીમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ વાંધાજનક ક્ધટેન્ટ હટાવવા માટે 36 કલાકની સમયમર્યાદા હતી, જે ઘટાડીને હવે માત્ર 3 કલાક કરી દેવામાં આવી છે. જો કોઈ પ્લેટફોર્મ પર ડીપફેક વીડિયો, નકલી દસ્તાવેજ કે ઉશ્કેરણીજનક ક્ધટેન્ટ જોવા મળશે, તો કંપનીઓએ તેને 3 કલાકમાં બ્લોક કે ડિલીટ કરવું પડશે. જો કંપનીઓ આ નિયમોનું પાલન નહીં કરે, તો તેમને મળતી કાયદાકીય સુરક્ષા (જફરય ઇંફબિજ્ઞીિ) ખતમ કરી દેવામાં આવશે અને સરકાર સીધી પ્લેટફોર્મ સામે કાર્યવાહી કરશે.
યુઝર્સ માટે પણ આ નિયમો અત્યંત કડક છે. જો કોઈ યુઝર ગેરકાયદે કે વાંધાજનક એઆઈ ક્ધટેન્ટ શેર કરશે, તો તેની સામે આઈટી એક્ટ, પોક્સો અને દેશના નવા ક્રિમિનલ કાયદા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને બાળકોના જાતીય શોષણ સંબંધિત ક્ધટેન્ટ અને મંજૂરી વિનાની અંગત તસવીરો બાબતે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવાશે. સોશિયલ મીડિયા કંપનીઓએ દર ત્રણ મહિને યુઝર્સને આ નિયમો વિશે માહિતગાર કરવા પડશે અને એઆઈ ક્ધટેન્ટ ઓળખવા માટે ખાસ ડિજિટલ મેટાડેટા ટૂલ્સનો ઉપયોગ કરવો પડશે.
સરકારના આ કડક વલણથી નકલી સમાચારો અને ભ્રામક પ્રોપેગેન્ડા પર લગામ આવશે તેવું માનવામાં આવે છે. જોકે, આ માટે સોશિયલ મીડિયા કંપનીઓએ ટેક્નોલોજીમાં મોટું રોકાણ કરવું પડશે. સામાન્ય એડિટિંગ કે અનુવાદ જેવી પ્રવૃત્તિઓને આ નિયમોમાંથી મુક્તિ આપવામાં આવી છે, પરંતુ જે ક્ધટેન્ટ જોવામાં અસલી લાગે અને લોકોને ભ્રમિત કરી શકે તેમ હોય, તેના પર લેબલિંગ અને મોનિટરિંગ અત્યંત ચુસ્ત રહેશે.



