વર્ષ 2025-26માં રૂ. 73 કરોડના લક્ષ્યાંક સામે માત્ર 26 કરોડની આવક
વેરા વસુલાતની વર્તમાન સ્થિતિ (ફેબ્રુઆરી 2026)
- Advertisement -
વિસ્તાર કુલ લક્ષ્યાંક (રૂ. કરોડ) થયેલી વસુલાત (ટકાવારી)
સીટી વિસ્તાર 68.45 35% આસપાસ
નવી ભળેલી પંચાયતો 5.13 45% આસપાસ
કુલ વસુલાત (રકમ) 26.45 કરોડ 36% (કુલ)
બાકી વસુલાત 47.13 કરોડ 64%
સીટી વિસ્તાર કરતા ભળેલી પંચાયતોમાં વેરો ભરવામાં વધુ ઉત્સાહ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.7
- Advertisement -
મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ વિકાસના દાવાઓ વચ્ચે વેરા વસુલાતની સ્થિતિ કફોડી જોવા મળી રહી છે. ફેબ્રુઆરી 2026ના પ્રથમ સપ્તાહ સુધીમાં મનપા માત્ર 36 ટકા જ વેરો વસૂલી શકી છે. આગામી 53 દિવસમાં બાકી રહેતા 64 ટકા વેરાની રકમ વસૂલવી તંત્ર માટે મોટો પડકાર છે. ફંડના અભાવે આગામી સમયમાં વિકાસકામો ખોરંભે પડવાની ભીતિ સેવાઈ રહી છે.
પંચાયત વિસ્તાર આગળ મનપાના આંકડા મુજબ, સીટી વિસ્તારમાં રૂ. 68.45 કરોડની ડિમાન્ડ સામે વસુલાત ઘણી ધીમી છે. નવાઈની વાત એ છે કે, શહેરી વિસ્તારમાં માત્ર 35 ટકા વસુલાત થઈ છે, જ્યારે મનપામાં નવી ભળેલી ગ્રામ પંચાયતોના વિસ્તારમાં 45 ટકા વેરો ભરાઈ ચૂક્યો છે. ઓનલાઈન ટેક્સ ભરવાની સુવિધા શરૂ કરવા છતાં શરૂઆતનો ઉત્સાહ હવે ઓસરી રહ્યો હોય તેમ જણાય છે. વેરો ન ભરતા બાકીદારો સામે મનપાએ કડક વલણ અપનાવ્યું છે. રૂ. 50 હજારથી 1 લાખ સુધીનો વેરો બાકી હોય તેવા 1200 મિલકત ધારકો અને 1 લાખથી વધુ બાકી હોય તેવા 100 થી વધુ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે. ત્રણ નોટિસ આપ્યા બાદ પણ પ્રતિસાદ ન આપનારા ધારકોની મિલકત સીલ કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ગત સપ્તાહે 14 મિલકતો સીલ કરવામાં આવી હતી.



