નવ ગ્રહોમાંથી એક શનિ મહારાજને ન્યાય, અનુશાસન અને જવાબદારીનો કારક માનવામાં આવે છે. તેની અસર વ્યક્તિના જીવનના ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રો પર પડે છે.
વાસ્તવમાં વૈદિક જ્યોતિષ પ્રમાણે શનિદેવને કર્મોનું ફળ આપનાર ગ્રહ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, જ્યારે પણ શનિની ચાલ અથવા સ્થિતિ બદલાઈ છે, ત્યારે તમામ ક્ષેત્રોમાં પણ પરિવર્તન આવે છે. આવું જ એક પરિવર્તન હોળી 2026 બાદ થવા જઈ રહ્યું છે, જ્યારે શનિ ગ્રહ મીન રાશિમાં અસ્ત થશે. હવે શનિનું મીન રાશિમાં અસ્ત થવું એ ત્રણ રાશિઓના જીવનમાં શુભ પરિણામો લઈને આવશે.
- Advertisement -
30 વર્ષ બાદ શનિ કરી રહ્યા મોટું પરિવર્તન
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ઉંમર, સ્વાસ્થ્ય, સંઘર્ષ, નોકરી-ધંધો, લોખંડ અને તેલ વગેરે સાથે શનિ મહારાજનો સબંધ હોય છે. દ્રિક પંચાંગ પ્રમાણે હોળી પછી જ્યારે શનિદેવ મીન રાશિમાં અસ્ત થશે, તો તેની અસર તમામ 12 રાશિઓ પર પડશે. જો કે, આ પરિવર્તન માત્ર 3 રાશિઓ માટે ભાગ્યના દરવાજા ખોલશે, જે નોકરી, પૈસા અને પ્રગતિ સંબંધિત ક્ષેત્રોમાં શુભ પરિણામો આપશે. શનિ 13 માર્ચ, 2026ના રોજ સાંજે 7:13 વાગ્યે મીન રાશિમાં અસ્ત થશે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે લગભગ 30 વર્ષ પછી ન્યાયના દેવતા શનિ પોતાની સ્થિતિમાં મોટું પરિવર્તન કરવા જઈ રહ્યા છે.
ધન રાશિના જાતકોની ભૌતિક સુખ-સુવિધામાં વધારો
- Advertisement -
શનિ અસ્ત ધન રાશિના જાતકો માટે ભાગ્યનો દ્વાર ખોલનારો સાબિત થઈ શકે છે. ભૌતિક સુખોમાં વધારાનો સંકેત આપી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તમે ઘર, ગાડી અથવા સંપત્તિ સબંધિત કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. કમાણીની શાનદાર તકો સામે આવી શકે છે. જે જાતકો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેને શાનદાર ઓફર મળવાની સંભાવના છે. આટલું જ નહીં અચાનક ધનલાભ પણ થઈ શકે છે. ખાસ વાત એ છે કે, આ દરમિયાન માતા સાથે સબંધો વધુ મજબૂત થશે.
કુંભ રાશિના જાતકોને આર્થિક મામલે મળશે રાહત
શનિ અસ્ત કુંભ રાશિના જાતકો માટે શુભ પરિણામો લઈને આવશે. આ રાશિના જાતકોને આર્થિક મામલે રાહત મળી શકે છે, કારણ કે અચાનક ધન લાભના યોગ છે. બીજી તરફ જે બિઝનેસમેનના લાંબા સમયથી પૈસા અટકેલા છે તે પાછા મળી શકે છે. શિક્ષણ, ભાષણ, મીડિયા, સેલ્સ અથવા માર્કેટિંગ સાથે સંકળાયેલા જાતકો માટે આ સમય ઉત્તમ રહેશે, કારણ કે લોકો તમારા શબ્દો અને વિચારોથી ખૂબ પ્રભાવિત થશે.
મીન રાશિ રાશિના જાતકોને સફળતા મળવાના સંકેત
શનિ અસ્ત મીન રાશિના જાતકો માટે સકારાત્મક રહેશે, જે આત્મવિશ્વાસ વધારનારો સાબિત થશે. આ દરમિયાન સમાજમાં તમારું માન-સન્માન વધશે. વૈવાહિક લોકો માટે આ સમય સબંધોમાં મિઠાસ લઈને આવશે અને તમારા લાઈફ પાર્ટનરની પ્રગતિના યોગ પણ બની રહ્યા છે. બિઝનેસમેનની આવક વધવાના સંકેત છે. જે જાતકો લાંબા સમયથી કોઈ કામ માટે મહેનત કરી રહ્યા હતા, તેમાં હવે સફળતા મળવાન શક્યતા છે. બીજી તરફ તમને પાર્ટનરશિપ સાથે સબંધિત કામોમાં પણ ફાયદો થશે.




