ટ્રમ્પે ટેરિફને બ્રેક મારતાં જ શેરબજારની ગાડી ગિયરમાં
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ટ્રમ્પ દ્વારા ભારત પરના ટેરિફ 50%થી ઘટાડીને 18% કરવાની જાહેરાત બાદ ભારતીય શેરબજાર આજે, 3 ફેબ્રુઆરીના રોજ તેજીમાં છે. સેન્સેક્સ 2500 પોઈન્ટ (3%) વધીને 84,200 પર ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી પણ 750 પોઈન્ટ (3%) વધીને 25,850 પર ટ્રેડ થઈ રહ્યો છે. રિયલ્ટી, ઓટો અને આઇટી શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી છે. નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ લગભગ 5% વધ્યો છે. આઇટી અને ઓટો ઇન્ડેક્સ લગભગ 4% વધ્યા છે. નિફ્ટી મેટલ, ફાર્મા, હેલ્થકેર અને બેંક ઇન્ડેક્સ લગભગ 3% વધ્યા છે. બજેટમાં સ્પેશિયલ ટેક્સ (જઝઝ) ટેક્સમાં વધારાની જાહેરાત થયા પછી 1 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 1,546 પોઈન્ટ ઘટીને બંધ થયો હતો. ગઈકાલે, 2 ફેબ્રુઆરીએ, સેન્સેક્સ 943 પોઈન્ટ વધીને 81,666 પર બંધ થયો હતો. અમેરિકાએ ભારત પર લગાવવામાં આવેલી 25% રેસિપ્રોકલ (જેવા સાથે તેવા) ટેરિફને 7% ઘટાડીને 18% કરી દીધો છે, જેથી આજે બજાર તેજીમાં છે.
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ બાદ અદાણી ગ્રુપના શેરમાં 13%નો ઉછાળો આવ્યો છે. અમેરિકામાં અનેક સેક્ટર્સમાં અદાણી ગ્રુપની નોંધપાત્ર વ્યાપારિક હાજરી છે, જેના કારણે તેના શેરમાં તેજી છે. અદાણી ગ્રીન સૌથી વધુ 12.87% વધીને ₹951 પર પહોંચ્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝ 11.4% વધીને ₹2,222 પર ટ્રેડ થઈ રહ્યો છે.અદાણી પોર્ટ્સના શેર 8.35% વધીને ₹1,519 પર પહોંચ્યો છે. અદાણી પાવરના શેર 7.75% વધીને ₹145 પર પહોંચ્યો છે.
ટેરિફ ઘટવાથી ભારતને શું ફાયદો થશે?
અમેરિકામાં ભારતીય સામાન સસ્તો થશે: અમેરિકાએ ભારતીય સામાન પર લાગતા ટેક્સને 25%થી ઘટાડીને 18% કરી દીધો છે. આનો અર્થ એ છે કે ‘મેડ ઇન ઇન્ડિયા’ પ્રોડક્ટ્સ હવે અમેરિકામાં પહેલાં કરતાં સસ્તા વેચાશે, જેનાથી એની માગ વધશે.
કાપડ અને ગાર્મેન્ટ સેક્ટરમાં વૃદ્ધિ: ટેક્સટાઇલ ઉદ્યોગને સૌથી વધુ ફાયદો થશે, કારણ કે ભારતના કુલ કાપડ નિકાસનો 28% હિસ્સો એકલા અમેરિકા જાય છે. ટેક્સ ઓછો થવાથી ભારતીય કપડાં બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા હરીફોની સરખામણીમાં વધુ સ્પર્ધાત્મક બનશે.
એન્જિનિયરિંગ અને ઓટો પાર્ટ્સને નવા ઓર્ડર: ભારતમાંથી અમેરિકા જતા સામાનમાં સૌથી મોટો હિસ્સો મશીનરી અને ઓટો પાર્ટ્સનો છે. ટેક્સ ઘટવાથી આ કંપનીઓનો નફો વધશે અને તેમને અમેરિકાથી નવા અને મોટા ઓર્ડર મેળવવામાં સરળતા રહેશે.
સીફૂડ અને જ્વેલરી વેપારીઓને રાહત: સી ફૂડ (ખાસ કરીને ઝીંગા) અને હીરા-ઝવેરાતના નિકાસ પર ખર્ચ ઓછો થશે. આનાથી આ ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીઓ અને જ્વેલર્સને સીધો ફાયદો થશે.
શેરબજાર અને રૂપિયો મજબૂત થશે: આ ડીલથી સેન્ટિમેન્ટ બદલાશે, જેનાથી શેરબજારમાં તેજી આવશે, સાથે જ ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત થશે.



