પ્રશાંત વાળા, માધવભાઈ દવે અને રાજુભાઈ ધ્રુવ સાથે તંત્રી ક્ધિનર આચાર્યએ સાહિત્ય, સિનેમાથી લઈ ફરવાલાયક સ્થળોની ચર્ચા કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત પ્રદેશ ભાજપ મીડિયા ક્ધવીનર પ્રશાંત વાળા ‘ખાસ-ખબર’ની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. તેમની સાથે શહેર ભાજપના પ્રમુખ ડો. માધવ દવે અને પ્રદેશ કારોબારીના સભ્ય રાજુભાઈ ધ્રુવ પણ જોડાયા હતા. આ મુલાકાત દરમિયાન તેઓએ ખાસ-ખબરના તંત્રી કિન્નર આચાર્ય સાથે સાહિત્ય, સિનેમાથી લઈ ફરવાલાયક સ્થળો વિશે ચર્ચા કરી હતી. પ્રશાંત વાળા, માધવભાઈ દવે અને રાજુભાઈ ધ્રુવને કિન્નર આચાર્યએ તેમના પુસ્તકો ભેટમાં આપ્યા હતા.



