મુંજકા ગામ વિસ્તારમાં ડાઈનિંગ હોલ, નાસ્તા હાઉસ, મેડિકલક અને ડેરી ફાર્મમાં ચકાસણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા ઋજઠ વાન સાથે શહેરના મુંજકા ગામ વિસ્તારમાં ખાદ્યચીજોના વેચાણ સાથે સંકળાયેલા ધંધાર્થીઓની વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં કુલ 20 ધંધાર્થીઓની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી 11 ધંધાર્થીઓને ફૂડ લાઇસન્સ મેળવવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. ઉપરાંત ખાદ્ય ચીજોના કુલ 20 નમૂનાઓની સ્થળ પર પ્રાથમિક ચકાસણી પણ કરવામાં આવી હતી.
ચકાસણી દરમિયાન મુરલીધર પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, જય જલારામ નાસ્તા હાઉસ, મહારાજ ભોજનાલય, રામદૂત ડાઈનીંગ હોલ, બાલાજી રેસ્ટોરેન્ટ, શિવશક્તિ મેડિકલ, કૃષ્ણા ડાઈનીંગ હોલ, શિવશક્તિ નાસ્તા પોઈન્ટ, જરિયા ડાઈનીંગ હોલ, બંસીધર ફૂડ ઝોન તથા ગાત્રાળ ડેરી ફાર્મને ફૂડ લાઇસન્સ મેળવવા અંગે સૂચના આપવામાં આવી હતી. જ્યારે વેલનેસ ફાર્મસી, મહાકાળી નાસ્તા હાઉસ, જય દ્વારકાધીશ હોટેલ, ગાત્રાળ ફ્લોર મિલ, ગાત્રાળ જનરલ સ્ટોર, ગાત્રાળ કોલ્ડ્રિંક્સ, કૃષ્ણા ડેરી ફાર્મ, કૃષ્ણા પ્રોવિઝન સ્ટોર અને સ્વીટ ડિલાઇટની નિયમિત ચકાસણી કરવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા તમામ ખાદ્ય વ્યવસાયકારોને અપીલ કરવામાં આવી છે કે ફૂડ લાઇસન્સ ફરજિયાત રીતે મેળવવું, સ્વચ્છતા અને ગુણવત્તાના ધોરણો જાળવવા તેમજ જાહેર આરોગ્યને નુકસાન ન થાય તે રીતે ખાદ્યચીજોના વેચાણનું પાલન કરવું.
ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ 8 નમૂના લેવાયા
સ્વીસ ચોકલેટ કેક (લુઝ): સ્થળ- શ્રી ભવાની સેલ્સ એજન્સી, ઈંઈઈંઈઈં બેન્ક પાસે, કાલાવડ રોડ
ડબલ ડિલાઇટ કેક (લુઝ): સ્થળ- ધ કેક બાર, પીનેકલ બિલ્ડીંગ, કોટેચા ચોક
બટર સ્કોચ કેક (લુઝ): સ્થળ- કે.પી. ફૂડ્સ (કેક ફોરેસ્ટ અઝખ), પીનેકલ બિલ્ડીંગ, કોટેચા ચોક
જર્મન ચોકલેટ કેક (લુઝ): સ્થળ- બેક હાઉસ, પીનેકલ બિલ્ડીંગ, કોટેચા ચોક, કાલાવડ રોડ
પ્લમ કેક (લુઝ): સ્થળ- પ્રાઈડ ડેલિસીયસ બેકર્સ, પંચાયત ચોક
પાઈનેપલ કેક (લુઝ): સ્થળ- પ્રાઈડ ડેલિસીયસ બેકર્સ, પંચાયત ચોક, યુનિવર્સિટી રોડ
કસાટા પેસ્ટ્રી (લૂઝ): સ્થળ- માહિ લાઈવ બેકરી, જલારામ-4, યુનિવર્સિટી રોડ
ચોકો આલ્મંડ કુકીઝ (લૂઝ): સ્થળ- માહિ લાઈવ બેકરી, જલારામ-4, યુનિવર્સિટી રોડ



