કાલથી રેસકોર્સ ગ્રાઉન્ડમાં હનુમાન ચાલીસા યુવા કથાનો પ્રારંભ
50,000થી વધુ શ્રોતાગણ બેસી કથા સાંભળી શકે તેવી વ્યવસ્થા
- Advertisement -
120 ફૂટની વિશાળ કઊઉ સ્ક્રીન અને 3 લાખ વોટની અત્યાધુનિક 6ઉ સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની પાવન ભૂમિ પર આવતી કાલથી એટલે કે 27 ડિસેમ્બરથી હનુમાન ચાલીસા યુવા કથાનો પ્રારંભ થશે. જે 2 જાન્યુઆરી સુધી ચાલશે. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આધ્યાત્મિક મહોત્સવ માટે સાળંગપુરધામનું નિર્માણ કરવામાં આવ્યુ છે. જેમાં 52 ફૂટ ઊંચા સાળંગપુર મંદિરમાં દાદાના દિવ્ય દર્શનનો ભક્તોને લાભ મળશે. તેમજ 50,000થી વધુ શ્રોતાગણ એક સાથે બેસી કથા સાંભળી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ કથા કોઇ ટ્રસ્ટ કે સંસ્થા દ્વારા નહીં પણ સમગ્ર રાજકોટવાસીઓ દ્વારા થઇ રહી છે. રોજ રાત્રે 7:30 વાગ્યાથી કથા શરૂ થશે જે 11:30 સુધી ચાલશે. હરિપ્રકાશદાસ સ્વામીના મુખેથી હનુમાનજીના જીવન ચરિત્રનું રસપાન કરવામાં આવશે. રાષ્ટ્રભાવના જાગૃત કરવા કથાનો પ્રારંભ રાષ્ટ્રગીત જન ગણ મનથી અને પૂર્ણાહૂતિ હનુમાનજી મહારાજની આરતીથી કરવામાં આવશે. વ્યાસપીઠની એક બાજુએ ધર્મ ધ્વજ અને બીજી બાજુએ રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવશે.
- Advertisement -
જયપુરની પ્રખ્યાત નાટ્ય ટીમ દ્વારા સનાતન ધર્મની ઝાંખી રજૂ કરાશે
5 લાખ
પ્રસાદની કીટ તૈયાર કરાઇ
3 હજાર
સ્વંયસેવકો સેવા આપશે
2 જાન્યુઆરીએ
દાદાને દિવ્ય અન્નકૂટ ધરાશે
151 કિલો
કેક તૈયાર કરાશે
108 કિલો
અલગ અગલ પુષ્પની વર્ષા



