21થી 24 દરમિયાન આજી ગજઈંઈ ગ્રાઉન્ડમાં આયોજન; ઉદ્યોગકારો માટે સોનેરી તક
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ભારતના સૌથી મોટા એન્જિનિયરિંગ અને ઔદ્યોગિક પ્રદર્શનોમાં જેની ગણના થાય છે તેવો ‘એન્જી એક્સ્પો 2025’ ફરી એકવાર રાજકોટમાં યોજાવા જઈ રહ્યો છે. 17મા એન્જી એક્સ્પોનું આયોજન 21 થી 24 ડિસેમ્બર દરમિયાન આજી વિસ્તારના ગજઈંઈ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે, જે દરરોજ સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે.
એક્સ્પોના ઈઊઘ અંબાલાલ ભંડારકર અને પ્રોજેક્ટ હેડ કુણાલ વરમોરાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં મશીન ટૂલ્સ, રોબોટિક્સ, સોલાર અને આઈટી સહિતના અનેક ક્ષેત્રોની અદ્યતન ટેકનોલોજી રજૂ કરવામાં આવશે. પ્રદર્શનમાં 200થી વધુ સ્ટોલ્સ દ્વારા 3000થી વધુ અદ્યતન પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરવામાં આવશે.
ખજખઊ ઉદ્યોગકારો અને સ્ટાર્ટઅપ્સ માટે ખાસ તૈયાર કરાયેલા આ એક્સ્પોમાં 50,000થી વધુ મુલાકાતીઓ આવે તેવી શક્યતા છે.
ખાસ વાત એ છે કે, એક્સ્પોમાં પ્રવેશ સંપૂર્ણપણે નિ:શુલ્ક રાખવામાં આવ્યો છે, જેના માટે માત્ર સ્થળ પર નોંધણી કરાવવાની રહેશે.



