શ્રી સૌરાષ્ટ્ર નિમ્બાર્કધામ મોટા મંદિર દ્વારા પ્રથમ વખત આયોજિત સમૂહ લગ્નોત્સવમાં 11 દીકરીઓના લગ્ન સંપન્ન – ક્ધયાદાનરૂપે ઘરવખરીની ભેટ
ખાસ-ખબર ન્યૂઝ લીંબડી
- Advertisement -
લીંબડી ખાતે આવેલા શ્રી સૌરાષ્ટ્ર નિમ્બાર્કધામ મોટા મંદિર 1008 લલિતકિશોર સરનદાસ મહંત અને તેમની ટીમ દ્વારા પ્રથમ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ સમૂહ લગ્નોત્સવ ખાસ કરીને એવા યુગલો માટે યોજાયો, જેમના માતા-પિતા નથી અથવા આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવે છે. સમાજમાં સમાનતા, સહકાર અને માનવતા જળવાઈ રહે તે હેતુસર આ સેવા કાર્ય હાથ ધરાયું.
આ સમૂહ લગ્નોત્સવમાં કુલ 11 દીકરીઓના લગ્ન સંપન્ન કરાયા. દરેક દીકરીને ક્ધયાદાન રૂપે ચમચી-સેટી, સોફા સેટ, ટીવી સહિત જરૂરી તમામ ઘરવખરી ભેટ સ્વરૂપે આપવામાં આવી, જેથી તેઓ પોતાના નવા જીવનની શરૂઆત આત્મસન્માન અને સુખ સાથે કરી શકે. સમગ્ર કાર્યક્રમમાં ભક્તિ, પ્રેમ અને સેવા ભાવનો માહોલ જોવા મળ્યો.
સમૂહ લગ્ન પૂર્ણ થયા બાદ કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું. સાથે સંતો અને મહંત મહારાજ દ્વારા નવદંપતીને શુભ આશીર્વાદ આપવામાં આવ્યા. સંતોના આશીર્વાદ સાથે નવદંપતીએ પોતાના નવા જીવનમાં પ્રથમ પગલું ભર્યું.
- Advertisement -
11મો સમૂહ લગ્નોત્સવ પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય કિરીટસિંહ રાણા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિતના મહાનુભાવો, દાતાશ્રીઓ અને સંતો-મહંતોની ઉપસ્થિતમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો. શ્રી સૌરાષ્ટ્ર નિમ્બાર્કધામ મોટા મંદિર દ્વારા આયોજિત આ સમૂહ લગ્નોત્સવ સમાજમાં એકતા, સેવા અને સહકાર ભાવના પ્રત્યે પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યો છે.



