પદયાત્રાનું નેતૃત્વ કર્તવ્યનિષ્ઠ ભાવથી કરી રહેલા સંસદ સભ્ય અને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા – રાષ્ટ્રીય એકતાના સંદેશને દેશવ્યાપી રૂપે પહોંચાડવાનું ધ્યેય
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
રાષ્ટ્રીય એકતા, સમરસતા, સહકાર, સ્વાભિમાન અને દેશપ્રેમના સંદેશને વધુ મજબૂત બનાવવા દેશભરમાં ચાલી રહેલી સરદાર 150 : યુનિટી માર્ચ પદયાત્રામાં પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી સહભાગી થયા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાન પરથી દેશભરમાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિને ઐતિહાસિક અને યાદગાર બનાવવાના શુભ આશય સાથે આ રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સરદાર પટેલે અખંડ ભારતના નિર્માણમાં ભજવેલી ઐતિહાસિક ભૂમિકા અને રાષ્ટ્રીય એકતાના તેમના વિચારને જનમાનસમાં પુન:સ્થાપિત કરવા માટે યોજાયેલી આ પદયાત્રાનો પ્રારંભ તા. 26 નવેમ્બર – સંવિધાન દિવસના રોજ સરદાર પટેલના વતન કરમસદથી કરવામાં આવ્યો હતો. આ યાત્રા વિવિધ રાજ્યોમાંથી પસાર થઈ રહી છે અને અંતે તા. 6 ડિસેમ્બરના રોજ નર્મદા નદીના કિનારે આવેલી વિશ્વવિખ્યાત ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે પૂર્ણ થવાની છે. આ સમગ્ર પદયાત્રાનું નેતૃત્વ પોરબંદરના લોકસભા સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા કરી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય એકતા અને દેશપ્રેમના આ અભિયાનને વ્યાપક જનસમર્થન મળી રહ્યું છે. આ યાત્રામાં ભાગ લેનાર સાગર મોદીએ જણાવ્યું કે- સરદાર સાહેબે રાષ્ટ્રીય એકતા માટે આપેલું યોગદાન સદીઓ સુધી પ્રેરણા આપતું રહેશે. તેમના સંદેશને ઘેર-ઘેર પહોંચાડવા માટેની આ યુનિટી માર્ચમાં જોડાવાનો ગૌરવ પ્રાપ્ત થયો છે.



