By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    2 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    3 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    5 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    5 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ
    5 minutes ago
    અમદાવાદમાં બોગસ રાજકીય પક્ષનું કૌભાંડ : 519 કરોડના બોગસ ડોનેશન લઈ 155 કરોડની કરચોરી
    1 hour ago
    Gen-Zમાં વહેલી શરૂઆતનો ટ્રેન્ડ : 40 શહેરના 70% લોકો વહેલા નિવૃત્ત થવા ઇચ્છે છે
    1 day ago
    દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
    2 days ago
    નોઈડામાં AC બસમાં આગ, 9 જીવતા ભડથું
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    11 minutes ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    2 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    3 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    4 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    5 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: યમદૂત LED: કાળું ધબ્બ અજવાળું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > યમદૂત LED: કાળું ધબ્બ અજવાળું
Author

યમદૂત LED: કાળું ધબ્બ અજવાળું

Khaskhabar Editor
Last updated: 2025/11/08 at 5:20 PM
Khaskhabar Editor 11 months ago
Share
8 Min Read
SHARE

કાર્તિક મહેતા

કઊઉ હેડલાઇટનો શેરડો આંખમાં પડે એટલે આંખો ભયાનક રીતે અંજાઈ જાય અને તત્પુરતો અંધાપો આવી જાય એટલી હદે તેજ હોય છે, આને કારણે થતા અકસ્માતો પણ વધ્યા છે

- Advertisement -

હમણાં બેએક મહિના પહેલા કર્ણાટક ટ્રાફિક પુલિસે સપાટો બોલાવ્યો અને માત્ર એક અઠવાડિયામાં આઠ હજાર ચલાન ફાડયા !! આ ચલાન એમણે ફાડ્યા હતા એવા લોકોના કે જેઓ પોતાની ગાડીઓમાં આંખો આંજી નાખતી એલ ઈ ડી હેડલાઈટ નખાવીને બેઠા હતા.

આ પાવરફુલ હેડલાઇટનો શેરડો આંખમાં પડે એટલે આંખો ભયાનક રીતે અંજાઈ જાય અને તત્પુરતો અંધાપો આવી જાય એટલી હદે તેજ હોય છે. આને કારણે થતા અકસ્માતો પણ વધ્યા છે.
7 ઓગસ્ટ 2025ના રોજ હૈદરાબાદના સાંસદ અસદુદીન ઓવૈસીએ પરિવહન મંત્રી નીતિન ગડકરીને ભરી સંસદમાં પ્રશ્ર્ન પૂછેલો કે રોડ ઉપર હાઈ બીમને લીધે થતા અકસ્માતોના આંકડા કેમ વધ્યા છે અને સરકાર એની માટે શું કરે છે?

મંત્રીશ્રીએ આંકડા પ્રગટ કરેલા જેમાં રાત્રી સમયે વધતા અકસ્માતોનું પ્રમાણ સ્પષ્ટ દેખાતું હતું. સાથે એમણે રોડ ઉપર સુયોગ્ય લાઇટિંગ વ્યવસ્થાના પગલાં અંગે પણ જાણકારી આપી.
પણ પ્રશ્ર્નકર્તા સાંસદ ઓવેસી અને ઉત્તર આપનાર મંત્રી ગડકરી બેય એક વાત ચુકી ગયા કે એકદમ ચમકતી સફેદ હેડલાઈટ્સનું શું કરવું?? કેમકે, આ ચમકતી તેજ સફેદ હેડલાઇટ આજે રાત્રે ડ્રાઈવ કરતા લોકો માટે યમદૂત બની રહી છે. અને ખાસ વાત એ છે કે આ માથાનો દુખાવો કેવળ ભારત પૂરતો મર્યાદિત નથી. વિકસિત ગણાતા યુરોપ અને અમેરિકામાં પણ આ ધોળી ધબ્બ લાઈટે કાળો કેર કરેલો છે.
સતત હાઇબીમમાં વાહન ચલાવવું ગેરકાયદેસર છે. પરંતુ મોટો પ્રોબ્લેમ હાઇબીમ નથી. કેમકે હાઇબીમ અમુક રસ્તા કે જ્યા લાઇટિંગ ઓછું કે નહિવત હોય ત્યાં આશીર્વાદરૂપ નીવડે છે અને ચાલકને અકસ્માતથી બચાવે છે.

- Advertisement -

પ્રોબ્લેમ છે સફેદરંગી ઝળહળાટ એલ ઈ ડી !!
હવે તમને કોઈ કહે કે સફેદ રંગની એલ ઈ ડી હોતી જ નથી તો ?? યસ, આ વાત સાચી છે. સફેદ રંગની એલ ઈ ડી હોતી જ નથી. સફેદ રંગની કહેવાતી એલ ઈ ડી ખરેખર બ્લુ રંગની હોય છે અને આખા

ફસાદની જડ આ બ્લુ રંગ છે. ચાલો સમજીએ.

લગભગ 1972માં લીલા અને લાલ રંગની એલ ઈ ડી શોધાઈ ગયેલી. પણ આ એલ ઈ ડી નો ઉપયોગ માત્ર ઝીણા ઝીણા ટમટમિયાં તરીકે થઇ શકે એમ હતો. એનાથી લાઇટિંગ થઇ શકે એ શક્ય નહોતું કેમકે લાલ અને લીલી એલ ઈ ડીમાં એટલો પાવર નહોતો કે એ ઝળાહળા રોશની પેદા કરી શકે. જગતભરના વિજ્ઞાનીઓ બ્લુ રંગની એલ ઈ ડી શોધવા માટે મચી પડેલા.
પણ કોઈને સફળતા મળતી નહોતી. બ્લુ રંગની એલ ઈ ડી શોધીને વિજ્ઞાનીઓ ઈચ્છતા હતા કે લાલ લીલા અને વાદળી(બ્લુ) રંગને મિશ્ર કરીને તેઓ સફેદ પ્રકાશ પેદા કરી શકે. પણ દિલ્હી બહુ દૂર હતું.
સુજી નાકામુરો નામના એક જાપાની એન્જિનિયરે આ અઘરું બીડું ઝડપ્યું. નાકામુરો સામે અનેક પડકાર હતા કેમકે અનેક ભૌતિક શાસ્ત્રીઓ અને વિજ્ઞાનીઓ જે કરી શક્યા નહિ તે કામ એક એન્જિનિયર એવા નાકામૂરો એ કરવાની નેમ લીધી હતી. નાકામુરો જ્યા ટ્રેનીંગ માટે ગયા હતા તે અમેરિકન કંપનીના પી એચડી ડિગ્રી વાળા વિજ્ઞાનીઓ બિચારા નાકામુરોને એક મામૂલી ટેકનીશિયન ની જેમ રાખતા હતા. નાકામુરો આ વાતથી ખૂબ નારાજ હતા. એના પોતાના શબ્દોમાં કહીએ તો : “આવા બક્વાસ લોકોની નીચે કામ કરવામાં મને નામોશી લાગતી હતી, પણ હું એમને સજ્જડ જવાબ દેવા માંગતો હતો.”
નાકામુરો ખંતીલો અને ઠંડો માણસ હતો . એણે સતત પ્રયાસો વડે ગેલિયમ નાઇટ્રેટ નામના એક પદાર્થ વડે 1994માં બ્લુ રંગની એલ ઈ ડી બનાવી જ કાઢી. આ શોધ કેવી જોરદાર હતી એનો અંદાજ ત્યાંથી આવે કે 2014માં નોબેલ પ્રાઈઝ પણ એનાયત થયો..

ફિઝિક્સનો નોબેલ પ્રાઈઝ કોઈ ફાલતુ એવોર્ડ તો નથી કે ગમે તેવા ને, “સેટિંગ”થી મળી જાય. નાકામુરોને આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત થવાનું કારણ હતું કે નાકામુરો એ બ્લુ એલ ઈ ડી ની શોધ કરીને ના કેવળ અબજો ડોલરની લાઈટિંગ ઇન્ડસ્ટ્રી ખોલી આપી હતી પણ જગતભરના વાહનો કાઢે એટલો ધુમાડો બચે એટલી વિદ્યુત શક્તિ પણ બચાવી હતી.

હવે બ્લુ રંગની એલ ઈ ડી તો શોધાઈ ગઈ. આ એલ ઇ ડી ની તાકાત હતી કે તેના વડે એકદમ તીવ્ર પ્રકાશ મેળવી શકાતો. આટલો તીવ્ર પ્રકાશ મેળવવા માટે જે પાવર ખર્ચાય તે વળી સાવ ઓછો!!! અને આ એલ ઇ ડીનું આયુષ્ય તો બીજા લાઈટ સોર્સ કરતા અનેક ગણું

લાં…… બુ…!!!!!

આ બ્લુ રંગની એલ ઈ ડી ઉપર ફોસ્ફરસ નું પડ ચડાવવામાં આવે તો આ બ્લુ એલ ઈ ડી માંથી એકદમ તેજસ્વી સફેદ પ્રકાશ નીકળતો હતો..

પછી શું હતું? ટીવી, હોર્ડિંગ, સ્ટ્રીટ લાઈટ, હોમ લાઈટ અને કાર સ્કૂટર ની લાઈટો માં એલ ઇ ડી નો ઉપયોગ થવા લાગ્યો. .. ફોસ્ફરસ નું પડ ચડાવેલી બ્લુ એલ ઈ ડીનું વેચાણ અબજો ખરવોમાં પહોચ્યું.
પણ આ બ્રાઈટ વ્હાઈટ લાઈટ સાસુ વહુ ની સિરિયલો વાળી સાસુમા જેવું ગ્રે કેરેક્ટર ધરાવે છે..તે જેટલી સારી છે એટલી જ નઠારી પણ છે…. બ્લુ રંગની એલ ઈ ડી માંથી નીકળતો પ્રકાશ એકદમ સફેદ નથી હોતો પણ બ્લુ રંગના ભેગ વાળો સફેદ હોય છે. આ બ્લુ રંગનો ભેગ નિર્દોષ નથી હોતો. મોબાઈલ, ટીવીથી લઈને સ્કૂટરની હેડલાઇટમાં પહોચી ગયેલી બ્લુ એલ ઈ ડીનો પ્રકાશ સ્વાસ્થ્ય માટે જોખમી છે એવું એક નહિ પણ અનેક અનેક સંશોધન કહે છે. આંખ સંબંધી રોગો, અનિંદ્રા અને વૃદ્ધાવસ્થા સહિતની અનેક સમસ્યાઓ આ બ્લુ રંગનો તીવ્ર પ્રકાશ પેદા કરવા માટે જવાબદાર ગણાય છે. (આના અંગે અનેક રિસર્ચ પેપર ઉપલબ્ધ છે)

નાકામુરો એ કરેલી બ્લુ રંગી એલ ઈ ડી ની શોધ જેટલી આશીર્વાદ રૂપ નીવડી એટલી જ જોખમી પણ સાબિત થઈ રહી છે. ખૂબ પાવર ખમી શકે એવા ગેલિયમ નાઇટ્રેટ ની બનેલ આ એલ ઇ ડી ખૂબ પાવરફુલ લાઈટના શેરડા છોડે છે અને જેની ઉપર આ શેરડો પડે એની આંખને નુકસાન કરે છે.

એકદમ તીવ્ર પ્રકાશ છોડતી એલ ઈ ડી હેડલાઈટ લોકો શોખથી પણ નખાવે છે (કેમકે સસ્તી હોવાથી અનેક લોકો એને ચીનથી સસ્તી એલ ઈ ડી મંગાવીને અહીંયા એસેમ્બ્લ કરે છે). આ હેડલાઈટ સામે વાળા વાહનચાલકોની દ્રષ્ટિને ભયાનક રીતે અવરોધે છે.

કર્ણાટકની ટ્રાફિક પોલીસે આ કારણસર મોટર વેહિકલ એક્ટ ની કલમ 177 અંતર્ગત “અન્યો ને અવરોધ કરવાના અપરાધ હેઠળ” આ હાઇ બીમ એલ ઈ ડી હેડલાઇટ વાળાઓ ઉપર કાર્યવાહી કરી છે.
આ અંગે જાગૃતિ જરૂરી છે પણ નિયમન પણ એનાથી વધારે જરૂરી છે. ભવિષ્યમાં મેટ્રિક્સ પ્રકારની એલ ઈ ડી લાઈટ દ્વારા આ તીવ્ર લાઈટ ની સમસ્યા દૂર થઈ શકે એમ છે પણ અત્યારે આ મેટ્રિક્સ એલ ઈ ડી હજુ પ્રીમિયમ કાર્સ માં જ ઉપલબ્ધ છે અને વળી મોંઘી છે.

જાહેર હિતની અરજી દ્વારા યમદૂત સમાન તીવ્ર પ્રકાશ વાળી હેડલાઇટ પર ગાળિયો ફેંકી શકાય એમ છે..
શ્ર્વાસના રોગો પેદા કરતા અને જમીનની ફળદ્રુપતા ને નુકસાન કરતા કાનોકોરપસ નામનાં વૃક્ષને ભારતમાંથી દૂર કરવામાં સોશિયલ મીડિયાએ બહુ મોટો રોલ ભજવેલો એમ આ આંખ આંજી દેતા યમદૂત ને નાથવામાં આપણે સહુ સફળ થઇએ એવી પ્રાર્થના !!

You Might Also Like

પ્રથમ લગ્ન ચાલુ હોવા છતાં કરેલા બીજા લગ્ન કાનૂની રીતે શૂન્ય

ફ્લોપ મેડિકલ પ્રેક્ટિસમાંથી જન્મ્યો વિશ્વનો સૌથી લોકપ્રિય જાસૂસ : શેરલોક હોમ્સ

શેમરોક  : આયર્લેન્ડના હૃદયમાં વસેલું ત્રણ પર્ણોનું લીલુંછમ રહસ્ય

“સુંદરતા યુવાનીમાં નહીં, અનુભવમાં વસે છે.”

ચૂંટણી આવે ત્યારે તમે તમારા ધારાસભ્યને પૂછો છો કે ૫ વર્ષમાં અમારા માટે કેટલાં કામ કર્યાં?

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધોરણ. 10 અને 12 બોર્ડની પરીક્ષા ફીમાં સરેરાશ 4 ટકા સુધી વધારો કરાયો
Next Article રાજકોટ મહાનગરપાલિકાના ત્રણ ફાયર સ્ટેશનને બેસ્ટ ફાયર સ્ટેશનનો એવોર્ડ એનાયત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
પ્રથમ લગ્ન ચાલુ હોવા છતાં કરેલા બીજા લગ્ન કાનૂની રીતે શૂન્ય
ફ્લોપ મેડિકલ પ્રેક્ટિસમાંથી જન્મ્યો વિશ્વનો સૌથી લોકપ્રિય જાસૂસ : શેરલોક હોમ્સ
શેમરોક  : આયર્લેન્ડના હૃદયમાં વસેલું ત્રણ પર્ણોનું લીલુંછમ રહસ્ય
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ સોફ્ટબોલ સ્પર્ધા યોજાઈઃ હરિવંદના કોલેજ ચેમ્પિયન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

પ્રથમ લગ્ન ચાલુ હોવા છતાં કરેલા બીજા લગ્ન કાનૂની રીતે શૂન્ય

Khaskhabar Editor Khaskhabar Editor 21 minutes ago
Author

ફ્લોપ મેડિકલ પ્રેક્ટિસમાંથી જન્મ્યો વિશ્વનો સૌથી લોકપ્રિય જાસૂસ : શેરલોક હોમ્સ

Khaskhabar Editor Khaskhabar Editor 25 minutes ago
Authorમનીષ આચાર્ય

શેમરોક  : આયર્લેન્ડના હૃદયમાં વસેલું ત્રણ પર્ણોનું લીલુંછમ રહસ્ય

Khaskhabar Editor Khaskhabar Editor 31 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?