5 નવેમ્બર 2017માં 5-6 સેવાભાવી મિત્રોએ શરૂ કરેલી સંસ્થા આજે વટવૃક્ષ બની
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વર્ષ 2017માં આજના દિવસે 5-6 સેવાભાવી મિત્રોએ એક અલગ જ ક્ધસેપ્ટવાળી સેવા સાધનાનું બીજ રોપ્યું હતું, અલગ ક્ધસેપ્ટ એટલાં માટે કોઈપણ પ્રકારનું રોકડ દાન કે રૂપિયા લીધા વગરની ઝીરો ફંડ સંસ્થા અને એક્સેસ ફૂડ ડિસ્ટ્રીબ્યૂસન એ આપણા વિસ્તાર માટે સાવ અલગ જ વિચાર હતો.
આ સિવાય વિવિધ તહેવારો અને પ્રસંગ નિમિત્તે યોજાતી ઉત્તરાયણ, દિવાળી, રોટી કે, આમ રસ, એક મુઠ્ઠી અનાજ અને કપડાં વિતરણ જેવી મેગા ડ્રાઈવ, હાઈજીન ડ્રાઈવ, તેમજ સાર્વજનિક સ્થળોની સફાઈ -પ્રકૃતિ વંદના અને સ્લમ ચિલ્ડ્રન એકેડમી જેવા અનેક સેવા પ્રકલ્પો એક જ બેનર નીચે નિયમિત યોજાવા એ પણ પ્રશંસનીય છે.
- Advertisement -
મૈ ચલા થા અકેલા જાનીબે મંઝિલ મગર, લોગ જુડતે ગયે, કારવાં બનતા ગયા…. આ પંક્તિઓને સાર્થક કરતા આઠ વર્ષ પહેલાં રોપાણ થયેલ એ બીજ આજે 300+ રોબિન સભ્યો સાથેનું એક વિશાળ વટવૃક્ષ બની ચૂયું છે.
આજે રોબિન બુડ આર્મી રાજકોટ ટીમના વિવિધ સેવા કાર્યોમાં રાજકોટ પોલીસ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત અનેકવિધ શાળાઓ, કોલેજો, સામાજીક સંસ્થાઓ, હોટલ-રેસ્ટોરન્ટ, ઉદ્યોગગૃહો પણ ખભેખભા મિલાવીને સહકાર આપી રહ્યા છે.
રોબિન હુડ આર્મી રાજકોટ ટીમ આઠ વર્ષની સફળ સેવા સફર પૂર્ણ કરીને આજે નવમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે ત્યારે તેના તમામ સભ્યો અને સહયોગીઓ પર શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે.



