ભારતની મહિલા ક્રિકેટ ટીમે પ્રથમ વખત વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો, પરંતુ ICCના નિયમોને કારણે વાસ્તવિક ટ્રોફી ટીમ પાસે રહેશે નહીં. ફાઈનલમાં શેફાલી વર્મા અને દીપ્તિ શર્માના દમ પર ભારતે દક્ષિણ આફ્રિકાને 52 રને હરાવ્યું હતું. અસલ ટ્રોફી હવે ICC દુબઈ હેડક્વાર્ટરમાં સુરક્ષિત રાખવામાં આવશે, જ્યારે ભારતને તેની પ્રતિકૃતિ ટ્રોફી આપવામાં આવશે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને પ્રથમ વખત ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 52 રને હરાવ્યું હતું. આ શાનદાર જીત બાદ ટ્રોફી સાથે સેલિબ્રેશન કરતા ભારતીય ખેલાડીઓની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પરંતુ શું તમે જાણો છો કે આ ટ્રોફી ભારતીય ટીમ પાસેથી પાછી લેવામાં આવશે? ખરેખર, આની પાછળ ICCનો આ ખાસ નિયમ છે…
- Advertisement -
જાણો શું છે ICCનો નિયમ
અહેવાલો અનુસાર, ICCએ લગભગ 26 વર્ષ પહેલા એક નિયમ બનાવ્યો હતો, જે અંતર્ગત ટૂર્નામેન્ટ જીતનારી ટીમને માત્ર ફોટોશૂટ અને વિજય પરેડ માટે જ ટ્રોફી આપવામાં આવે છે. આ પછી ટ્રોફીને પાછી લઈ જઈને આઈસીસીના દુબઈ હેડક્વાર્ટરમાં રાખવામાં આવે છે. વિજેતા ટીમને પાછળથી તેની પ્રતિકૃતિ ટ્રોફી આપવામાં આવે છે, જે બિલકુલ મૂળ જેવી જ હોય છે. આ નિયમનો હેતુ ટ્રોફીને ચોરી અથવા નુકસાનથી બચાવવાનો છે.
મહિલા વિશ્વ કપ 2025 ટ્રોફીની વિશેષતાઓ




