રૂબરૂ મુલાકાત દરમિયાન સંગઠનને વધુ મજબૂત કરવા અંગે ચર્ચા કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશભાઈ વિશ્વકર્માની નિમણૂક કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ બન્યા બાદ રાજુલા-જાફરાબાદ અને ખાંભાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ તેમની રૂબરૂ મુલાકાત લીધી હતી.
- Advertisement -
ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માને શુભેચ્છાઓ પાઠવી અને મોમેન્ટો આપી સન્માન કર્યું હતું. આ શુભેચ્છા મુલાકાત દરમિયાન આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટેની વિવિધ બાબતો પર ચર્ચાઓ કરવામાં આવી હતી. આ મુલાકાત પ્રસંગે અમરેલી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ ચેતનભાઈ શિયાળ, કમલેશભાઈ મકવાણા સહિતના અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.



