દેશી દારૂ, ઇલેક્ટ્રિક મોટર, બેટરી સહિત 78,500 રૂપિયાની મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફ ધ્રાંગધ્રા તાલુકાના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તેવા સમયે રામપરાથી લીયા ગામ તરફ માર્ગે આવેલા મયૂરસિંહ અખુભા ઝાલાની વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમીને આધારે એલ.સી.બી ટીમના પ્રતાપસિંહ રાઠોડ, અસલમખાન મલેક સહિતના સ્ટાફે દરોડો કરી દેશી દારૂ બનાવવાનો આથો 1500 લિટર કિંમત 37,500 રૂપિયા, દેશી દારૂ 165 લિટર કિંમત 33,000 રૂપિયા, બે ભઠ્ઠી કિંમત 2000 રૂપિયા, બે ફુકણી કિંમત 1000 રૂપિયા, એક બેટરી કિંમત 3000 રૂપિયા, ઇલેક્ટ્રિક મોટર કિંમત 2000 રૂપિયા એમ કુલ મળી 78,500 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી હાજર નહિ મળી આવેલ મયુરસિહ અખુભા ઝાલા રહે: રામપરા વાળા વિરુધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



