એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે CPની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો
રામનાથ મહાદેવ મંદિરે, બજારમાં પેટ્રોલિંગ વધારવા જાગૃત નાગરિકોએ કર્યું સૂચન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની અધ્યક્ષતામાં લોકદરબાર યોજવામાં આવ્યો હતો જેમાં એડિશનલ સિપો મહેન્દ્ર બગડિયા, ડીસીપી રાકેશ દેસાઈ, ડીસીપી હેતલ પટેલ, ટ્રાફિક ડીસીપી હરપાલસિંહ જાડેજા અને એસીપી બી જે ચૌધરી સહિતના હાજર રહ્યા હતા આ લોકદરબારમાં વિવિધ સમાજના અગ્રણીઓ, વેપારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બજારમાં પેટ્રોલિંગ વધારવા, ટ્રાફિક સમસ્યા દૂર કરવા, રાષ્ટ્રીય શાળા ખાતે પડ્યા પાથર્યા રહેતા નબીરાઓ સામે પગલાં લેવા સહિતના સૂચન કર્યા હતા.
આ લોક દરબારમાં સામાજિક આગેવાન અજયભાઇ પરમારે રજુઆત કરી હતી કે કોઠારીયા નાકાથી પેલેસ રોડ ઉપર વળાંકમાં સાંજના સમયે ભારે ટ્રાફિકજામ સર્જાય છે તેનો ઉકેલ લાવવા રજુઆત કરી હતી આ ઉપરાંત ટેક્સટાઇલ્સ એસોસિયેશન પ્રમુખ હિતેષભાઇ અનડકટએ ધર્મેન્દ્ર રોડ અને લાખાજીરાજ રોડ ઉપર સીસીટીવી લગાડવા અને રવિવારી બજારમાં પેટ્રોલિંગ કરવા રજુઆત કરી હતી જયારે સહદેવસિંહ ડોડીયા અને કિરીટભાઈ પાંધીએ રામનાથ મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં લોકો દર્શને આવતા હોય જેથી ત્યાં પેટ્રોલિંગ કરવા રજુઆત કરી હતી દાણાપીઠ વેપારી એસો.પ્રમુખ જતીનભાઈ બગડાઈએ મોચી બજાર અને બેડીપરા વિસ્તારમાં બગીચામા આવારા તત્વોના ત્રાસ અંગે રજુઆત કરી હતી તેમજ આસિફ સલોત સહિતે જૂની જેલ પાસે રેંકડી રાખી થતું દબાણ તેમજ જિલ્લા ગાર્ડન ચોકમાં સર્જાતી ટ્રાફિક સમસ્યા અંગે રજુઆત કરી હતી તેમજ રાષ્ટ્રીય શાળા પાસે વાહનમાં ઘોડી ચડાવી પડ્યા પાથર્યા રહેતા નબીરાઓને લીધે અહીં અભ્યાસ અર્થે આવતી બહેનો-દીકરીઓને પડતી મુશ્કેલી અંગે પણ રજુઆત કરવામાં આવી હતી સૌ લોકોની રજુઆત પોલીસે શાંતિપૂર્વક સાંભળી હતી આ તકે એ ડિવિઝન પીઆઇ બી વી બોરીસાગર સહિતની ટીમે ઉપરોક્ત રજૂ કરેલા તમામ પ્રશ્ર્નોનો ત્વરિત ઉકેલ લાવવાની ખાતરી આપી હતી તેમજ કોઈપણ પ્રશ્ન હોય તુરંત પોલીસનો સંપર્ક કરવા પણ જણાવ્યું હતું.



