આશીર્વાદ હોસ્પિટલના સંચાલક ગેરકાયદે ગર્ભપાત કરાવતા હોવાથી ગુનો નોંધાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
સુરેન્દ્રનગર જિલ્લાની થાનગઢ શહેરની ખાનગી હોસ્પિટલમાં ગર્ભપાત થતું હોવાનો ઘટસ્ફોટ થયો છે જેના તપાસ બાદ અંતે હોસ્પિટલ સંચાલક, એક તબીબ અને મહિલા એમ ત્રણ વિરુધ ગુન્હો પણ નોંધાયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર થાનગઢ શહેરની આશીર્વાદ હોસ્પિટલ ખાતે છેલા કેટલાક સમયથી ગેરકાયદે ગર્ભપાત કરવાનું કૃત્ય થતું હોય જે અંગે રજૂઆત બાદ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ખાનગી હોસ્પિટલ ખાતે આગાઉ ચેકીંગ પણ હાથ ધર્યું હતું જેમાં હોસ્પિટલના ગર્ભ પરીક્ષણ કરવાનું સામે આવ્યું હતું જેને લઈ હોસ્પિટલ સંચાલક દ્વારા આરોગ્ય વિભાગના અધિકારી સાથે સેટિંગ થયાની પણ ચર્ચા હતી પરંતુ તપાસના અંતે થાનગઢ હેલ્થ ઓફિસર દ્વારા આશીર્વાદ હોસ્પિટલ ખાતે ગર્ભપાત થતો હોવાના પુરાવા એકત્ર કરી પોલીસ મથકે હોસ્પિટલના સંચાલક રાજેશભાઈ ગીગાભાઇ ગોઝીયા, તબીબ દિનેશભાઇ પુરુષોત્તમભાઈ ધરસંડીયા ઉર્ફે ડોકટર પટેલ તથા હોસ્પિટલના મહિલા કર્મચારી નીતાબેન ઝીંઝુવાડિયા વિરુધ ગેરકાયદે ગર્ભપાત કરવા અને ડિગ્રી નહીં હોવા છતાં પણ તબીબી સારવાર કરવા અંગેનો ગુન્હો નોંધાતા ચકચાર મચી જવા પામ્યો છે.



