કુલપતિએ એક કાર્યક્રમમાં અચાનક એવી ગંભીર ભૂલ કરી કે સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા
સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે બિલ્ડિંગ બોન્ડ, બિલ્ડિંગનેશન: સેલિબ્રેટિંગ ધ આઇડિયાસ ઓફ સરદાર પટેલ કાર્યક્રમ યોજાયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ ચેર દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બિલ્ડિંગ બોન્ડ, બિલ્ડિંગનેશન: સેલિબ્રેટિંગ ધ આઇડિયાસ ઓફ સરદાર પટેલ થીમ હેઠળ યોજાયેલા આ સમારોહમાં દેશના લોહપુરુષના રાષ્ટ્રએકતા, એકીકરણ અને સારા શાસન પ્રત્યેના જીવનભરના યોગદાનને હૃદયપૂર્વકસ્મરણ કરવામાં આવ્યું હતું. રાજકોટમાં ભારતીય સંસ્કૃતિ અને યુવાનોને પ્રેરણા આપવાની વાત કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ એક કાર્યક્રમમાં અચાનક એવી ગંભીર ભૂલ કરી કે સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. આગામી વર્ષ દરમિયાન થનાર સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં કુલપતિએ ભાષણ આપતા આજના દિવસને સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ અને યુવાદિન ગણાવી દીધો. તેમની આ ભૂલથી સ્ટેજ ઉપર હાજર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિતના તમામ નેતાઓ અને અધિકારીઓ એકબીજા સામે જોતા રહી ગયા, જેના કારણે સમગ્ર વાતાવરણ અચાનક ગંભીર બની ગયું હતું. ઉલ્લેખનીય છે કે, સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ 12મી જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે અને તે દિવસને રાષ્ટ્રીય યુવાદિન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ પરષોત્તમભાઇ રૂપાલઈં (સાંસદ, લોકસભા), રામભાઇ મોકરિયા (સાંસદ, રાજ્યસભા), શ્રી રમેશભાઇ ટિલાળા, ડો. દર્શિતા શાહ, ઉદય કાનગડ, મહેન્દ્ર પાડલિયા (ધારાસભ્ય), નયનાબેન પેઢડિયા (મેયર, રાજકોટ મહાનગરપાલિકા) સહિતના મહાનુભાવો અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.



