1 એપ્રિલ 24થી 31 માર્ચ 25 દરમિયાન 49,119 વાહનના વેચાણ, મનપાને 26.94 કરોડની આવક
ગત વર્ષમાં 3663 પેટ્રોલ-ડિઝલની સામે 3220 CNG વાહનો વેચાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરમાં ચાર માસમાં નવા 20779 વાહનો ઉમેરાયા છે. આ નવા વાહનોની ખરીદારીને કારણે મહાપાલિકાને રૂ.11,14,98,590ની વાહન કરની આવક થઈ છે. રાજકોટ શહેરમાં ટુ વ્હીલરની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો હોવાથી શહેરના મોટા ભાગના રસ્તાઓ ઉપર આખો દિવસ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાજકોટમાં ગત વર્ષે તા.1/4/24થી 31/3/2પ દરમિયાન શહેરમાં 49,119 વાહનના વેચાણ નોંધાતા તેમાં મહાપાલિકાને 26.94 કરોડની આવક થઈ હતી.
ગત આખા વર્ષમાં 37,217 દ્વિચક્રી અને 7000 કારના વેચાણ નોંધાયા હતા. મનપાને ચાર ચક્રી વાહનમાંથી 5.41 કરોડની આવક મળી હતી જયારે અન્ય વાહનોમાંથી 20.60 કરોડ જેવી આવક વાહન કરની થઈ હતી. મનપાના સૂત્રોએ કહયું હતું કે ચાલુ વર્ષે પ્રથમ ચાર માસમાં આગલા વર્ષની સરખામણીએ ટુ વ્હીલરના વેચાણમાં વધારો થયો છે. મનપાને મળતી કરની આવક પણ વધી છે. મનપાના સૂત્રોએ કહયું હતું કે, લાઈટ મોટર વ્હીકલમાં સી.એન.જી.નો ટ્રેન્ડ વધી રહ્યા છે. ચાલુ વર્ષમાં નોંધાયેલી કાર પૈકી 1284 એલ.એમ.વી. સી.એન.જી. છે જયારે પેટ્રોલની 1296 છે. ગત વર્ષમાં પેટ્રોલ કારના વેચાણ 3663 હતા અને તેની સામે સી.એન.જી. કારના વેચાણ 3220 નોંધાયું હતું. મહાપાલિકાને અલગ અલગ 21 કેટેગેરીના વાહનોમાં કરવેરા મળે છે. જેમાં લાઈટ મોટર વ્હીકલ ઉપરાંત થ્રીવ્હીલર અને હેવી ફોર વ્હીલર અને સિક્સ વ્હીલરનો સમાવેશ થાય છે.
ઓટો મોબાઇલ સેક્ટરમાં હાલ કિંમતમાં રાહત મળે તેવા સંકેત
ઓટો મોબાઇલ સેક્ટરમાં હાલ કિંમતમાં રાહત મળે તેવા સંકેત જોવા મળી રહ્યા છે. ત્યારે ગત વર્ષે 2024માં રૂ.50 લાખથી પણ વધુની કુલ 113 નવી કારનું વેચાણ થયુ હતુ. જેમાં સૌથી વધુ મર્સિડિઝ બેન્ઝ ઇન્ડિયા-45, ઇખઠ ઇન્ડિયા-26, જેગ્યુઆર લેન્ડ રોવર-20, વોલ્વો ઓટો ઇન્ડિયાની-9, સ્કોડા ઓટો વોક્સવેગન-4, પોર્સે એજી જર્મની-3, ટોયોટા કિરલોસકરની-2 અને ઇઢઉ ઇન્ડિયા-મર્સિડિઝ બેન્ઝ અૠ-ઓડિ અૠ-ટોયોટા હાઇસ ૠકની 1-1 કાર રાજકોટના રાજમાર્ગો ઉપર ઉતરી હતી.



