ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પૂ. આનંદમૂર્તિ ગુરૂમાના માર્ગદર્શન હેઠળ રાજકોટમાં યોગ નિદ્રા અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ લોક કલ્યાણ અને સુદૃઢ માર્ગદર્શનનો છે. આ કાર્યક્રમ રવિવાર, 14 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગ્યે ગોંડલ રોડ પર માલવીયા ચોકમાં આવેલા જૈન બોર્ડિંગના મહાવીર ભવન ખાતે યોજાશે.
- Advertisement -
રાજકોટના ગુરૂમા ધ્યાન સેન્ટર દ્વારા આયોજિત આ યોગ સત્રમાં જોડાવા માટે ૂૂૂ.લીિીળફફ.ભજ્ઞળ પર નિ:શુલ્ક રજિસ્ટ્રેશન કરી શકાશે. આ વિશેષ સત્રનું આયોજન એકસાથે 4 દેશોના 50થી વધુ શહેરોમાં કરવામાં આવ્યું છે, જેમાં હજારો લોકો ભાગ લઈને આધ્યાત્મિક અને આરોગ્યપ્રદ અનુભવ મેળવશે.
નિયમિત રીતે યોગ નિદ્રા કરવાથી સ્મરણ શક્તિ, સર્જનાત્મકતા અને એકાગ્રતામાં વધારો થાય છે. હૈદરાબાદ સ્થિત ઈંઈખછ (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ) ના વૈજ્ઞાનિકો દ્વારા પણ યોગ નિદ્રાના ફાયદાઓને પ્રમાણિત કરવામાં આવ્યા છે.



