150 ઘરોમાં ચેકિંગ હાથ ધર્યું: 300થી વધુ છાત્રોના વિઝા સહિતનું ચેકિંગ
વિદેશી છાત્રોના ત્રાસ સામે સ્થાનિકોની રજૂઆત બાદ પોલીસ એકશનમાં
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના મોરબી રોડ ઉપર આવેલ રતનપર અને હડાળા ગામે ભાડે રહી મારવાડી યુનીવર્સીટીમાં અભ્યાસ કરતા આફ્રિકન છાત્રોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે આ અંગે સ્થાનિક ગ્રામજનોએ રજૂઆત કરતા આજે પોલીસ એકશનમાં આવી ગઈ હતી ક્રાઈમ બ્રાંચ અને એસઓજીએ દરોડા પાડી 150 ઘરોમાં ચેકિંગ હાથ ધર્યું હતું આ ભાડાના મકાનમાં રહેતા 300 જેટલા છાત્રોના વિઝા સહિતના જરૂરી ડોક્યુમેન્ટ અંગે તપાસ હાથ ધરી હતી.
રાજકોટના રતનપર અને હડાળા ગામે ભાડાના મકાનમાં રહેતા આફ્રિકન છાત્રો રાત્રીના સમયે ડ્રગ્સ સહિતની અનૈતિક પ્રવૃતિઓ આચરતા હોવાથી ગામમાં દુષણ ફેલાઈ રહ્યું હોય જે દુષણને ડામવા ગ્રામજનો દ્વારા પોલીસ કમિશ્નરને આવેદન પાઠવી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.
આ રજૂઆત સંદર્ભે આજે એસઓજી પીઆઈ એસ એમ જાડેજા, ક્રાઈમ બ્રાંચ સહિતનો કાફલો વહેલી સવારે ઉપરોક્ત ગામે ધસી ગયો હતો અને સ્થાનિક લોકોની પુછતાછ કરી જે જે મકાનમાં વિદેશી છાત્રો ભાડે રહેતા હોય તેવા 150 મકાનોની યાદી તૈયાર કરી તમામ ઘરોમાં ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ ગામોમાં 300 જેટલા છાત્રો રહેતા હોય વન બાય વન તમામ છાત્રોના વિઝા, પાસપોર્ટ સહિતના જરૂરી ડોક્યુમેન્ટની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જો કે બપોર સુધી કઈ શંકાસ્પદ હાથ ન લાગ્યું હોવાનું એસઓજી પીઆઈએ જણાવ્યું હતું જો કોઈ ગેરકાયદે રહેતા હોય તેવું સામે આવશે તો તેની સામે ડીપોર્ટ સહિતની કાર્યવાહી કરવામાં આવશે.


