વજુભાઇ વાળા સહિતના અનેક શ્રેષ્ઠીઓની હાજરીમાં છ માળના બિલ્ડિંગનું થયું ભૂમિપૂજન
હેલ્થ સેન્ટર, આર્ટ ગેલેરી, વહીવટી ઓફિસ, મિટીંગ હોલ, બેન્કવેટ હોલ સહિતની સુવિધા ઉભી કરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સરગમ કલબની સ્થાપનાના 45 વર્ષ પછી હવે પોતાનુ સરગમ ભવન આકાર લેવા જઈ રહ્યું છે. રાજકોટના હ્રદયસમાન જીમખાના મેઈન રોડ પાસે જાગનાથ પ્લોટ-1 માં 425 વાર જેટલી જગ્યામાં આવનારા સમયમાં છ માળનું અદ્યતન સરગમ સેવા કેન્દ્ર આકાર લેવાનું છે. આ બિલ્ડીંગ માટેનું ભૂમિપૂજન તાજેતરમાં સંપન્ન થયું હતું. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રનાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આ નવા પ્રોજેક્ટ બદલ સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાને અભિનંદન અને શુભેચ્છા આપી હતી.
આ સરગમ સેવા કેન્દ્રમાં હેલ્થ સેન્ટર, આર્ટ ગેલેરી, વહીવટી ઓફિસ, મિટીંગ હોલ, બેન્કવેટ હોલ અને ગેસ્ટ રૂમ સહિતની સુવિધા ઉભી કરવામાં આવશે. આ સરગમ સેવા કેન્દ્રનું ભૂમિપૂજન શાસ્ત્રીજી કૌશિકભાઈ ત્રિવેદી દ્વારા વિધિવિધાનપૂર્વક કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કર્ણાટકનાં પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, સાંસદ પરસોત્તમ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્યો ડો. દર્શીતાબેન શાહ, રમેશભાઈ ટીલારા,ડો. મહેન્દ્રભાઇ પાડલીયા, ભાજપના આગેવાનો ધનસુખભાઈ ભંડેરી, ગોવિંદભાઈ પટેલ, કમલેશભાઇ મીરાણી, મુકેશભાઇ દોશી, મનીષભાઈ રાડીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, અશોકભાઇ ડાંગર, દિનેશભાઇ અમૃતિયા, , મનીષભાઇ ભટ્ટ, કિરણબેન માકડિયા, ડી.કે. સખીયા, કશ્યપભાઈ શુકલ, વિક્ર્મભાઈ પૂજારા, કિશોરભાઇ રાઠોડ, કરણાભાઈ માલધારી, બીનાબેન આચાર્ય, કમલેશભાઈ જોશીપુરા, ભાવનાબેન જોશીપુરા, અશ્વિનભાઈ મોલીયા, દિલીપભાઇ પટેલ, રામજીભાઇ માવાણી, રમાબેન માવાણી, તેજસભાઈ ભટ્ટી, દિનેશભાઇ કારીયા, દેવાંગભાઈ માંકડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
આ ઉપરાંત કોંગ્રેસનાં આગેવાનો ડો. હેમાંગભાઈ વસાવડા, રાજદીપસિંહ જાડેજા (શહેર ક્રોગ્રેસ – પ્રમુખ), અતુલભાઈ રાજાણી, ગાયત્રીબા વાઘેલા, તખુભા રાઠોડ, જીતુભાઈ ભટ્ટ તેમજ ઉદ્યોગપતિ મનીષભાઇ માદેકા, મૌલેશભાઈ પટેલ, હરીશભાઈ લાખાણી, નટુભાઇ ઉકાણી, જગદીશભાઇ ડોબરીયા, ખોડીદાસભાઈ પટેલ, જીતુભાઈ ચ્ંદારાણા, પ્ર્તાપભાઈ પટેલ, રાજદીપસિંહ જાડેજા (વાવડી), કિરીટભાઇ આદ્રોજા, રાજેશભાઈ કાલરીયા, મુકેશભાઇ પાબારી, દિલેશભાઇ પાબારી, મુકેશભાઇ શેઠ, અનંતભાઈ ઉનડકટ, રાકેશભાઈ પોપટ, પરસોતમભાઈ કમાણી,જીતુભાઈ બેનાણી, બકીરભાઈ ગાંધી, રાજુભાઇ પોબારૂ, મગનભાઇ પટેલ, હિતેશભાઇ દોશી, મધુભાઈ પટોળીયા, કિરીટભાઇ પટેલ, જમનભાઇ પટેલ, રમેશભાઈ જીવાણી, કિશોરભાઇ જીવાણી, મનસુખભાઇ માંડલિયા, શૈલેષભાઈ માંઉ, ભાવેશભાઈ પટેલ, નરેશભાઇ શાહ, અતુલભાઈ શેઠ, હરેશભાઈ પરસાણા, ઘનશ્યામભાઈ પરસાણા, કિશોરભાઇ કોટક, હિતેશભાઇ કોઠારી, જયેશભાઇ લોટીયા, રાજાભાઈ હિન્દુજા, અશ્વિનભાઈ આદ્રોજા, અર્જુનભાઈ શીંગાળા, શિવલાલભાઈ રામાણી, સુનીલભાઇ મહેતા,પ્રજ્ઞેશભાઈ પટેલ, કાળુભાઇ કાનગર (ફૂલવાળા), કૌશિકભાઈ સોલંકી, દિવ્યેશભાઇ રાયઠ્ઠઠા, રમેશભાઈ ઠક્કર, પરેશભાઇ પારેખ, પ્રેમકુમાર અગ્રવાલ, હાર્દિકભાઇ દતાણી, કે.કે. જૈન, કિરણભાઈ બાટવિયા, કાળુભાઇ મામા, યુસુફભાઈ માકડા, દિગ્વિજયસિંહ જાડેજા, સુભાષભાઇ સામાણી, યોગીનભાઈ છનીયારા, વિક્રમભાઈ જૈન પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાયડો. ભરતભાઇ કાકડિયા, ડો. પારસભાઈ શાહ. ડો, રાજેશભાઈ તેલી, ડો. અમિતભાઇ હપાણી, ડો. વિભાકર વચ્છરાજાની, ડો.નવલભાઈ શીલુ, ડો. હિતેશભાઇ ધ્રુવ, ડો. એમ.વી. વેકરીયા તેમજ રાજકોટ ની વિવિધ સામાજીક સંસ્થાઓ અને સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલા હસુભાઈ દવે, નરેન્દ્ર્ભાઈ દવે, ડી.વી. મહેતા, મિતલભાઈ ખેતાણી, વિજયભાઇ ડોબરીયા, નલીનભાઇ વસા, જ્યેશભાઈ વસા, જયેશભાઇ ઉપાધ્યાય, જીમીભાઈ અડવાણી, સુનીલભાઇ કોઠારી, નિલેષભાઈ ભાલાણી, દિલીપભાઇ સખીયા, પરેશભાઈ દવે, તનસુખભાઈ સંધવી, બી.કે. જાડેજા, પ્રવીણભાઈ ધોળકિયા, નિકુંજભાઈ ધોળકિયા, અપૂર્વભાઇ મણીયાર, સુરેશભાઇ પરમાર, નિલેષભાઈ શાહ, પરેશભાઈ પોપટ, મહેન્દ્રભાઇ શાહ, નલિનભાઈ તન્ના, સુનિલભાઈ વોરા, દિનેશભાઇ વીરાણી, રમેશભાઈ શેઠ, વિજયભાઇ કારીયા, મનીષભાઈ ભટ્ટ, મહિલા આગેવાનો ડો. રેખાબેન ગોસાલિયા, જ્યોતિબેન ટીલવા, જયશ્રીબેન સેજપાલ, સુધાબેન ભાયા, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ગીતાબેન હિરાણી, અલકાબેન કામદાર, તેમજ ડેલાવાળા પરીવારના તમામ સભ્યો પ્રવીણભાઈ ડેલાવાળા, જયસુખભાઇ ડેલાવાળા, ગોપાલભાઈ ડેલાવાળા, દીપભાઈ ડેલાવાળા અને ક્લબના તમામ હોદેદારો, સરગમ ક્લબ અને સરગમ લેડીઝ ક્લબના તમામ કમીટી મેમ્બરો હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ગુણવંતભાઈ ડેલાવાળા ના માર્ગદર્શન નીચે ભરતભાઇ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, જયસુખભાઇ ડાભી, કનૈયાલાલ ગજેરા, મનમોહનભાઈ પનારા, સુનીલભાઇ દ્રેત્રોજા, જગદીશભાઈ કિયાડા, અનવરભાઈ ઠેબા, ડો. અલકાબેન ધામેલિયા, દેવાંશીબેન શેઠ વગેરેએ સફળ બનાવવા મહેનત કરેલ છે.



