કંઝરવંશી ઓફિસના કર્મચારીઓના જીવ જોખમમાં : મનપા તંત્ર પોતાની જ કચેરીને નોટિસ ફટકારશે?
સામાન્ય લોકોને જર્જરિત મકાનોની નોટિસ ફટકારીને હેરાન કરતા મનપા તંત્ર સામે અનેક સવાલો!
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના માલિકનો સેંટ્રલ વર્કશોપ (કંઝરવંશી વર્કશોપ) પર મોતની ઘંટડી વાગી છે.અમુક સર્કલ પાસે આવેલા રાજકોટ મનપાના સેન્ટર વર્કશોપ વિભાગ કે જ્યાં સ્ટોર તેમજ ઢોર ડબ્બા વિભાગની કચેરી આવેલી છે. અહીં મનપાના વાહનો રિપેર થાય છે અને તકનીકી કામગીરી ચાલુ રહે છે પણ આ કચેરીની હાલત એવી છે કે કોઈ પણ ક્ષણે છત નો કાટમાળ અને દીવાલો ધરાશાયી થાય તેમ છે.
આ કચેરીમાં દરરોજ ડઝનેક કર્મચારીઓ કામ કરે છે. એવું લાગે છે કે તેઓ જીવના જોખમે ફરજ બજાવે છે. એક તરફ મનપા સામાન્ય લોકોને જૂના મકાન માટે જર્જરિત નું દંડદાર લેબલ લગાવી બહાર કરવાનું નોટિસ આપે છે, તો બીજી બાજુ પોતાના વિભાગના કાર્યાલયનું મૂલ્યાંકન કરવાનું ભૂલી જાય છે? રાજકોટ મહાનગરપાલિકાના શાસકો જે સ્માર્ટસિટીના બણગાઓ મારે છે પણ આ શરમજનક તસવીર વાસ્તવિકતા રજૂ કરે છે. હવે તો મનપા તંત્ર નિદ્રામાંથી જાગવું જોઈએ.
શું હોવું જોઈએ તાત્કાલિક પગલાં?
નિરીક્ષણ સમિતિ રચવી: કચેરીની હાલતનું તાત્કાલિક તપાસણ કરવી
એન્જિનિયરિંગ રિપોર્ટ: તટસ્થ ઈજનેરો દ્વારા ‘ફિટ(ૠ8 સર્ટિફિકેટ’ જાહેર કરવું
કર્મચારીઓની સુરક્ષા: હેલ્મેટ, માસ્ક, હાઈજિન અને સુરક્ષિત કામકાજનું માહોલ સુનિશ્ચિત કરવો
વૈકલ્પિક વ્યવસ્થા: જો આ જગ્યા યોગ્ય નથી તો કામગીરી બીજા સ્થળે ખસેડવી



