2 મકાન, 1 રૂમ, 1 વંડો, કમ્પાઉન્ડ અને ઓટાના બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા સિટી એન્જિનિયર નિર્દેશન હેઠળ આજે ટાઉન પ્લાનીગ શાખા દ્વારા વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.11 અને 12માં ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં અનામત પ્લોટ પર થયેલ અનઅધિકૃત બાંધકામ દુર કરવામાં આવ્યું હતું. જેમાં 2 મકાન, 1 રૂમ, 1 વંડો અને ઓટાના બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું હતું.
- Advertisement -
કુલ 4564 ચો.મીની જમીન અંદાજીત 41.67 કરોડની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. વોર્ડ નં-12માં ટી. પી. સ્કીમ નં.21-મવડી, અંતિમખંડ નં.8/1/એ (સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર), નંદનવન સોસાયટી, રાધીકા પાર્કની બાજુમાં 2 મકાન, 1 રૂમ, 1 વંડો, કમ્પાઉન્ડ વોલ દૂર કરાયા છે. જ્યારે વોર્ડ નં-11માં ટી. પી. સ્કીમ નં.24-મોટામવા, અંતિમખંડ નં.32/એ (S.E.W.S.H.) સ્પીડવેલ સર્કલની સામે, મોટામવામાં ઓટાનું બાંધકામ દૂર કરાયું છે.
આ ડિમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા, વેસ્ટ ઝોન, આસી. ટાઉન પ્લાનર તથા તમામ આસિ. એન્જિનિયર, એડી. આસી. એન્જીનિયર, હેડ સર્વેયર, સર્વેયર અને વર્ક આસિસ્ટન્ટ તેમજ અન્ય જુદી-જુદી શાખાઓ જેવી કે, જગ્યા રોકાણ શાખા, ફાયર વિભાગ, રોશની વિભાગ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ તથા ઙ.ૠ.ટ.ઈ.ક. નો સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો.