દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવવા માટે ભારતે પાંચમું ઝડપી પેટ્રોલ જહાજ ‘અચલ’ લોન્ચ કર્યું
ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા ભારતીય કોસ્ટ ગાર્ડ માટે બનાવવામાં આવેલ, સ્વદેશી FPV સંરક્ષણ સ્વ-નિર્ભરતા અને દરિયાઈ તકેદારી માટેના ભારતના પ્રયાસને રેખાંકિત કરે છે.
- Advertisement -
ગોવા શિપયાર્ડ લિમિટેડએ ભારતીય કોસ્ટ ગાર્ડ માટે બનાવવામાં આવી રહેલા આઠ ફાસ્ટ પેટ્રોલ જહાજોમાંથી એકનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું હતું. આ જહાજનું નામ ‘અચલ’ રાખવામાં આવ્યું છે. આ જહાજ કવિતા હરબોલાએ પરંપરાગત વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે સમુદ્રમાં લોન્ચ કર્યું હતું. આ પ્રસંગે કોસ્ટ ગાર્ડના અધિક મહાનિર્દેશક અનિલ કુમાર હરબોલા સહિત ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
GSL ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ માટે આઠ ઝડપી પેટ્રોલ જહાજો બનાવવામાં આવી રહ્યા છે. આ કરાર 2022 માં કરવામાં આવ્યો હતો. તે 60 ટકાથી વધુ સ્વદેશી સામગ્રી સાથે બનાવવામાં આવી રહ્યું છે. સ્વદેશી સામગ્રીથી રચાયેલ આ જહાજ દરિયાઈ દેખરેખ, સુરક્ષા અને પેટ્રોલિંગમાં મદદ કરશે. તેનું નિર્માણ આત્મનિર્ભરતા તરફ એક મજબૂત પગલું છે.
વિશેષતા
આ જહાજ ભારતમાં જ ડિઝાઇન કરાયું છે અને બનાવવામાં આવ્યું છે.
તેના 60% થી વધુ ભાગો દેશમાં બનાવવામાં આવે છે, જેના કારણે તેને આત્મનિર્ભર ભારત તરફ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
આ જહાજ 52 મીટર લાંબુ છે અને 27 નોટ (લગભગ 50 કિમી પ્રતિ કલાક) ની ઝડપે મુસાફરી કરી શકે છે.
આનાથી કોસ્ટ ગાર્ડને દરિયાઈ દેખરેખ, સુરક્ષા અને પેટ્રોલિંગમાં મદદ મળશે.
આ પ્રોજેક્ટથી સ્થાનિક ઉદ્યોગો, ખજખઊ કંપનીઓ અને મજૂરોને રોજગાર મળ્યો છે.
‘અચલ’નું લોન્ચિંગ ભારતની દરિયાઈ સુરક્ષા અને આત્મનિર્ભરતા તરફ એક મજબૂત પગલું છે.