ભેસાણ ખાતે યોજાયેલ ભાજપના કાર્યકર્તા સંમેલનમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા અને સેંકડો આગેવાન ભાજપમાં જોડાયા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
વિસાવદર વિધાનસભાની ચૂંટણી અંતર્ગત આજે ભેસાણ ના લેઉવા પટેલ સમાજ ભવન ખાતે ભાજપ દ્વારા કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જેમાં આ મત વિસ્તારના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સેંકડો લોકો ભાજપમાં જોડાયા હતા.
- Advertisement -
ભેસાણના ખંભાળા રોડ ઉપર આવેલ તાલુકા લેઉવા પટેલ સમાજ ખાતે આયોજીત આ સંમેલનને સંબોધતા ભાજપના ઉમેદવાર કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે ગામે ગામ હું પ્રચાર માટે ફરી રહ્યુ છું ત્યારે મને મતદાર ભાઈ બહેનો અને કાર્યકરો નો અભૂતપૂર્વ સમર્થન, પ્રેમ અને આવકાર મળી રહ્યો છે. તેઓએ એક જૂટ થઇને ચૂંટણી જીતવા માટે આવ્યા છે કે તમે ચિંતા કરતા નહીં અમે તમારી સાથે છીએ આપણા વિસ્તારને વિકાસની નવી ઉંચાઈ ઉપર લઇ જવો છે. તેઓ એ કહ્યું કે હું ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ તમને વિશ્વાસ આપવું છું કે તમારી કલ્પના બહારનો વિકાસ અને લોક સેવાના કાર્યો કરીશ.
ખેતીની સાથે સાથે વેપાર અને ઔદ્યોગિક ક્ષેત્રે ક્રાંતિ આવે તે માટેના કામો કરવા છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર પાસે કોઈ લક્ષ્ય નથી કે કોઈ ઉકેલ નથી. માત્ર ઉગ્ર ભાષા, લોકોની ઉશ્કેરણી, આંદોલન અને ટીખળ ખોળી સિવાય કશું મળવાનું નથી એક બાજુ નકારાત્મક જૂઠાણા અને અવ્યવસ્થા છે તો બીજી બાજુ વિજય, વિશ્વાસ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ છે. આ તકે સી.આર. પાટીલે જણાવ્યું હતું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ જ નથી 2022 ની ચૂંટણી માં આમ આદમી પાર્ટીની 136 બેઠક ઉપરથી ડિપોઝિટ ગલ થઈ ગઈ હતી. તેઓએ કિરીટ પટેલ જંગી બહુમતીથી જીતશે તેઓ વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.



