તાલુકા સ્વાગતમાં પ્રાંત અધિકારીએ હૉસ્પિટલ સીલ કરવાના આદેશ આપ્યા હતા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.7
ધ્રાંગધ્રા નગરપાલિકાના ચીફ ઓફિસર અને જેટીપીઓ પ્રાંત અધિકારીથી પણ ઉપર હોય અને ીભવવ અધિકારીઓના આદેશને પણ ગાંઠતા નહીં હોવાનો વધુ એક પુરાવો સામે આવ્યો છે જેમાં ધ્રાંગધ્રા શહેરના ડી.સી.ડબલ્યુ સર્કલ નજીક આવેલી ડોકટર હાઉસ હોસ્પિટલ છેલ્લા કેટલાક વર્ષોથી બી યુ પરમિશન વગર ધમધમતી હોવાના લીધે એક બે વખત આ મામલે જાગૃત નાગરિક દ્વારા તાલુકા સ્વાગત ખાતે પ્રધાન રાજુ કરાયો હતો જેમાં ગત મે 2025માં રજૂ કરાયેલ પ્રશ્ન અંગે પ્રાંત અધિકારી હર્ષદીપભાઈ આચાર્ય દ્વારા હાજર જેટીપીઓને સ્પષ્ટ શબ્દોમાં હોસ્પિટલની 29 મે સુધીમાં સીલ મારવા અંગે આદેશ કર્યા હતા.
- Advertisement -
જે બાદ નગરપાલિકા દ્વારા હોસ્પિટલના સંચાલકને પોતાના માલિકી હકના પુરાવા રજૂ કરવા માટે છેક 29 મેના રોજ એક અઠવાડિયાની મુદ્દત સાથે નોટિસ આપી હતી જે એક અઠવાડિયાના સમયની મુદ્દત પૂર્ણ થઈ ચૂકી હોવા છતાં પણ સ્થાનિક નગરપાલિકાએ કોઈ કાર્યવાહી કરી નથી જ્યારે આ મામલે હોસ્પિટલ સંચાલક દ્વારા નગરપાલિકા પાસે વધુ સમયની માંગણી કરી છે અને નગરપાલિકા દ્વારા સમય આપવામાં પણ આવતો છે ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકાના આ અધિકારીઓ ગરીબ અને અસહાય પરિવારોના ઝૂપડા પર જે પ્રકારે કોઈપણ નોટિસ આપ્યા વગર તાત્કાલિક બેઘર કરવામાં કોઈની લાજ ધર્મ નથી આવતી અને છેલ્લા એક વર્ષથી નોટિસને ઠેસે ઉડાવતા ડોકટર હાઉસ હોસ્પિટલને વધુ સમય આપવાની નીતિને જોતા પાલિકા જ ડોકટર હાઉસ હોસ્પિટલને છાવરતી હોવાનું સામે આવે છે.



