આણંદની જાણીતી હોટલનો કિસ્સો : ગ્રાહકે માખીવાળા 5ીઝાનો વીડિયો ઉતાર્યો
ખાસ-ખબર ન્યૂઝ આણંદ
આણંદની એક જાણીતી હોટલમાં પિઝામાંથી માખી નીકળી હતી. ગ્રાહકે આ માખીવાળા પિઝાનો વીડિયો ઉતાર્યો હતો. જે બાદ ગ્રાહકે હોટલના કર્મચારીનું ધ્યાન દોર્યુ હતું.. આજકાલ બહારનું ખાવાનું ચલણ બહુ વધી રહ્યું છે.. પરંતુ બહારનું ખાવાનું ક્યારેક તમને દવાખાનાનો રસ્તો બતાવી શકે છે.. તમે જે રેસ્ટોરન્ટ કે ફાસ્ટફૂડવાળાને ત્યાંથી ફૂડ લઇ રહ્યા છો ત્યાં કેટલી ચોખ્ખાઇ કે કાળજી વર્તવામાં આવે છે તેની તમને ખબર નહોતી હોતી.. તમે આંખ બંધ કરીને એવું માનીને ચાલો છો કે જે સ્થળેથી તમે ફૂડ લઇ રહ્યા છો ત્યાં કાળજીપૂર્વક ફૂડ તૈયાર થયું હશે અને તેમાં કોઇપણ જાતની ખામી ન હોય પરંતુ આ ભરોસો ઘણીવાર તૂટી જાય છે.
- Advertisement -
વાત કરીએ આણંદની.. જ્યાં એક જાણીતી હોટલમાં પિઝામાંથી માખી નીકળી હતી. ગ્રાહકે આ માખીવાળા પિઝાનો વીડિયો ઉતાર્યો હતો. જે બાદ ગ્રાહકે હોટલના કર્મચારીનું ધ્યાન દોર્યુ હતું.. વીડિયોમાં સ્પષ્ટ રીતે પિઝાની અંદર ચોંટેલી માખી જોઇ શકાય છે.. વિચાર કરો આવો પિઝા ગ્રાહકના પેટમાં જાય તો તેની હાલત શું થાય. આ ઘટના બાદ ફરીએકવાર હોટલ કે રેસ્ટોરન્ટમાં ખોરાક બનાવતી વખતે રખાતી નિષ્કાળજીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. છાશવારે આવી ઘટનાઓ સામે આવતી રહે છે ક્યારે ફૂડમાંથી જીવડું નીકળે છે તો ક્યારેક વંદો તો ક્યારેક ગરોળીની પૂંછડી.. આવા સંજોગોમાં બહારના ફૂડ પર કેટલો ભરોસો રાખવો તે સવાલ ઉઠે છે.