રાજ્યમાં હવાામાન વિભાગની આગાહી મુજબ ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ સંભાવના છે. પ્રતિ કલાક 40 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને સાબરકાંઠામાં વરસાદની શક્યતા છે. ડાંગ વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે. સુરત, નવસારી, છોટાઉદેપુર, તાપી, અમરેલી, ભાવનગર અને, બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જો કે તાપમાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહિવત છે.
રાજ્યમાં 7 જૂન સુધી એટલે કે આગામી એક સપ્તાહ સુધી છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે, સાથે જ હળવા વરસાદનું પણ અનુમાન છે. તાપમાનમાં હાલ કોઇ જ ફેરફારની શક્યતા નથી.
- Advertisement -
હાલ ચોમાસું મુંબઇમાં દસ્તક દઇ ચૂક્યું છું. જોકે ગુજરાતમાં હાલ કોઇ જ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાનું હવામાન વિભાગનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે દેશમાં આ વખતે છેલ્લાં 16 વર્ષનું સૌથી વહેલું ચોમાસું બેઠું છે. કેરળમાં વહેલી એન્ટ્રી બાદ દક્ષિણના અન્ય ભાગોમાં પણ વરસાદે વહેલી જમાવટ કરી. ત્યારે તેની ગતિ જોતા લાગતું હતું કે ગુજરાતમાં પણ ચોમાસું ખૂબ જ વહેલું પ્રવેશી શકે છે.
હાલ મહારાષ્ટ્રની આસપાસ સક્રિય વરસાદી સિસ્ટમ ધીમી પડી છે. જેના પગલે 10 થી 15 જૂનની વચ્ચે ચોમાસું રાજ્યના દક્ષિણ ભાગે પહોંચે તેવું અનુમાન છે. ભલે ચોમાસું આવવામાં બ્રેક વાગી હોય પરંતુ એ વાત નક્કી છે કે આ વર્ષે ચોમાસું સારુ રહેવાનું છે. વાવણીલાયક વરસાદ થશે જેનાથી ખેડૂતો માટે આ ચોમાસુ આશીર્વાદ સમાન બની રહેશે.
- Advertisement -