ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાજેતરમાં જાહેર થયેલ ધો.10 ની બોર્ડની પરીક્ષાના પરિણામમાં તાલાલા ગીરના નવજીવન વિધાલયની વિધાર્થીનીએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. તાલાલા ગીરના નિવૃત્ત શિક્ષક ડી.કે.દેવમુરારી ની પૌત્રી હિરવાબેન ભાર્ગવભાઈ દેવમુરારી એ ધો.10 માં અંગ્રેજી વિષયમાં 100 માંથી 99 માર્ક્સ સાથે કુલ 98.31 પી.આર મેળવી શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.ધો.10 માં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી શાળા તથા ગામનું ગૌરવ વધારવા બદલ હિરવાબેન ને શાળા પરિવારે અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી.



