ફોર્ચ્યુનર-સ્વીફટ કારના અકસ્માતમાં પોલીસે સત્તાનો દુરઉપયોગ કર્યો ?
ખોટી ફરિયાદ કરાઈ અને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ : અંકિત શાહ
- Advertisement -
જો મારી કારને કઈ થયું કે અયોગ્ય ઉપયોગ થયો તો જવાબદારી કોની ?
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર તા.9 મે 2025ના રોજ ફોચ્ર્યુનર ((GJ 03 BJ 0001)) અને સ્વીફ્ટ કાર ((GJ 03 ME 6026) ) વચ્ચે અકસ્માત થયો હતો. જેનું સમાધાન હાલમાં થયેલ નથી અને તેના માટે સ્વીટ કાર ચાલકે રાજકોટ પોલીસ કમિશનરને ન્યાય માટે એક અરજી કરેલી છે. તેમજ આજે અંકિત બકુલભાઈ શાહ (સ્વીફ્ટ કાર ચાલક) એ ખાસ ખબરની મુલાકાત લીધી હતી અને અકસ્માત અને ત્યારબાદ થયેલી તમામ ઘટનાઓ જણાવી છે. અહીં સ્વીફ્ટ કાર ચાલકનું નામ અંકિત બકુલભાઈ શાહ અને ફોચ્ર્યુનર કાર ચાલક ભૂમિત કિરીટભાઈ હુંબલ છે. અંકિતભાઈ શાહના જણાવ્યા મુજબ; અકસ્માત બાદ બંને કાર ચાલાક વચ્ચે આપસી સમજણ થયા પછી ભાર્ગવ પટેલના ગેરેજે રીપેરીંગ કરવા બાબતે મુકવામાં આવે છે. જેમાં તમામ ખર્ચ ફોચ્ર્યુનર કાર ચાલક આપશે તેવી વાત હતી, તેમજ અમારા વચ્ચે કોઈ બોલાચાલી થયેલી ન હતી. પરંતુ બાદમાં રહીશ સંધિ, રેનીષ સહિતના લોકો સાથે અકસ્માત બાબતે ફોનમાં વાત થાય છે. જે બાદ બીજીવાર રહીશનો ફોન આવે છે અને તેમાં રેનીશ પણ જોડાયેલ હોય છે, આ સમયે મને ગાડી પછી નહિ મળે તેમજ ભૂમિતની બહેન પોલીસમાં છે અને પિતા એ.પી.એમ.સી.ના ચેરમેન તો તારા વિરુદ્ધ ખોટો ગુનો દાખલ કરાવી દેશું તેવું કહેવાય છે. જોકે આ બાદ ભુમીતે આશ્વાશન આપતા મે વધુ ધ્યાન આપ્યું નહીં અને પોતે (ભૂમિત) કારનો ખર્ચ આપી દેશે તેવું કહ્યું.
અંકિતભાઈ શાહના જણાવ્યા મુજબ; ત્યાર બાદ આ મામલે અમે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને જઈએ છીએ. પરંતુ મયુરસિંહ (પોલીસ કર્મી) રજા પર હોવાથી અમે જતા રહ્યા. તા.11/5/2025 ના રોજ ગાંધીગ્રામ પો.સ્ટે. થી અમને એક ફોન આવે છે, બાદમાં રવિભાઈ (પોલીસ કોન્સ્ટેબલ ગાંધીગ્રામ પો.સ્ટે.) સાથે વાત થાય છે. જેમાં મને ભૂમિતને ફોન કરવાની ના પાડવામાં આવે છે અને પોલીસ સ્ટે. આવી જવા કહેવામાં આવે છે. તેમજ તારી ગાડી પોલીસ તને પાછી અપાવી દેશે તેવું કહેવામાં આવે છે. જે વાતની અમે હા પડી છે. બાદમાં મારા વિરુદ્ધમાં ભૂમિત દ્વારા 12 તારીખે એક ખોટી ફરિયાદ દાખલ કરાઈ છે. મે ભૂમિતને ફોન કર્યો તો તેમણે કહ્યું કે, હું ખર્ચ આપવાનો નથી અને તારાથી જે થાય તે કરી લે. ગાડી માટે હવે મને ફોન કરતો નહીં. તેમજ મને મારીનાખવાની ધમકી અપાઈ જેથી મે ફોન કાપી નાખ્યો. અમારી (અંકિતભાઈ શાહ) રાજકોટ પોલીસ કમિશનરને વિનંતી સભર અરજી કરી છે કે, આ ઘટનામાં સંડોવાયેલા તમામ સામે યોગ્ય કાર્યવાહી થાય. મને મારી ગાડી પરત મળી જાય. તેમજ જો મારી ગાડીનો કોઈ દુરુપયોગ કરે તો સંડોવાયેલા તમામ તેના જવાબદાર રહેશે. આ સિવાય જો કાર રિપેરિંગનો ખર્ચ ન દેવો હોય તો હું એ ભોગવી લઈશ. પણ મને મારી ગાડી પરત જોઈએ છે. તેમજ મારા પર થયેલી ખોટી ફરિયાદ રદ કરવામાં આવે, કારણકે તેનાથી મારી આબરૂને ઠેશ પહોંચી રહી છે. આ બાબતે મે રાજકોટ પોલીસ કમિશનરને અરજી કરેલી છે સાથે જ તેની નકલ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત સ્ટેટ પોલીસ કંટ્રોલ ઓથોરિટીને પણ કરેલી છે. આ અરજીમાં ફરિયાદી અંકિત શાહ એ ભૂમિત હુંબલ, ભાર્ગવ પટેલ, રહીશ સંધિ, રેનિષ અને રવિભાઈ વિરુદ્ધ આક્ષેપો કરેલા છે.



