ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ થી પસાર થઈ સાસણ જવાનો અતિ મહત્વનો એવો ઈવનગર મેંદરડા બાયપાસ રોડમા વર્ષોથી સંપાદન પ્રક્રિયા અટકી ગયેલ હતી. જે અંગે વારંવાર રજૂઆતો થતા કલેક્ટર દ્વારા સતત ફોલો અપ લઈ અને સંપાદન પ્રક્રિયાના તમામ અંતરાયો દૂર કરવા માટે જમીન સંપાદ અધિકારી અને પ્રાંત અધિકારી જૂનાગઢને સુચના આપવામાં અપાતા. આ અંગે કૃષિ યુનિવર્સિટી ,સાગડીવીડી અને ઇવનગરની જમીનોનું સંપાદન ચાલી રહેલ હતું.પરંતુ ટેકનિકલ કારણો અને વહીવટી પ્રક્રિયાઓમાં અંતરાયો નાલીધે કામગીરી પૂર્ણ થઈ શકેલ ન હતી.
- Advertisement -
જિલ્લા કલેક્ટર દ્વારા આ પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરવા જણાવવામાં આવ્યું હતું. જે અન્વયે કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન પંચાયત વિભાગના અભિષેક ગોહિલ દ્વારા દરખાસ્ત કરવામાં આવતા જમીન સંપાદન અધિકારી અને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ દ્વારા ઈવનગર અને સાગડીવીડી ગામના કુલ 21 ખાતેદારોને રૂપિયા 4,91,75000નું વળતર ચૂકવવામાં આવ્યું હતું. આમ, સંપાદન પ્રક્રિયા પૂર્ણ થતા હવે બાયપાસનું કામ શરૂ કરવામાં આવશે અને જૂનાગઢ શહેરનો સાસણગીર મેંદરડા જતો ટ્રાફિક ડ્રાઈવર્ટ થતાં શહેરના આંતરિક રસ્તાઓ પર તેનું કારણ ઘટશે.
જૂનાગઢ પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા મેંદરડા બાયપાસના કામે સંપાદન કરવામાં આવેલ જમીનના સંબંધિત ખાતેદારોને એવોર્ડની રકમના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતુ.આ તકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ તથા કાર્યપાલક ઇજનેર એ.યુ. ગોહિલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.