પ્રધાનમંત્રીએ સદ્દગતના પુત્ર સાથે વાત કરી શ્રદ્ધાંજલિ પાઠવી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
જનસંઘના પાયાના પત્થર એવા પ્રખર જનસંઘી, આજીવન ખાદીધારી અને ભાજપના વરિષ્ઠ આગેવાન પૂર્વ આરોગ્ય મંત્રીહેમાબેન આચાર્યનું ટૂંકી બીમારી બાદ માતૃદિને 93 વર્ષની જૈફ વયે જૂનાગઢમાં નિધન થયુ છે. તેમના અંતિમ દર્શન માટે લોકો ઉમટ્યા હતા. અંતિમ યાત્રામાં દરેક સમાજના આગેવાનો અને નાગરિકો જોડાયા હતા.
તેમના નિવાસ સ્થાન આસ્થા એપાર્ટમેન્ટ જલારામ સોસાયટી ખાતે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શનમાટે રખાયો હતો. ત્યાર બાદ નિકળેલી અંતિમ યાત્રામાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. હેમાબેનનો જન્મ તા.19-8-1933ના સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ મુકામે થયો હતો. તેમના પિતાજી જયેદેવભાઇ જ.દવે શાળા અધિકારી હોવાથી 1951-52માં વિરમગામથી બદલી જૂનાગઢ ખાતે થઇ હતી. 1957માં સુર્યકાંતભાઇ આચાર્ય સાથે હેમાબેના લગ્ન થયા હતા. 1958માં જૂનાગઢ નગરપાલિકાની ચૂંટણી યોજાઇ તેમાં જનસંઘના દિપક નિશાન પર હેમાબેન આચાર્ય સહિતા છ શાળા સમિતિ, રેડક્રોસ સમિતિના ચેરપર્સન તરીકે ફરજ બજાવી હતી. 1967માં ફરીથી નગરપાલિકાની ચૂંટણીમાં 25માંથી કુલ 17 સભ્યો ચૂંટાયા હતા. તેઓ 1969 સુધી પ્રમુખપદે રહ્યા હતા. આ સમયગાળા નરેન્દ્ર મોદીએ સ્વ.હેમાબેન આચાર્યને શ્રઘ્ધાસુમન અર્પિત કર્યા હતા. સદગતના પુત્ર વધુભાઇ સાથે 1.36 મિનીટે ટેલિફોનીક વાતચીત કરી ઉંડા દુ:ખની લાગણી વ્યકત કરી સાંત્વના પાઠવી હતી.



