ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
ધ્રાંગધ્રા જવાહર નવોદય ખાતે નિટની પરીક્ષા આપવા માટે આવેલી બે યુવતીઓ પોતાનું ઓળખકાર્ડ ભૂલી ગઈ હોવાથી બંને યુવતીઓને પરીક્ષામાં બેસવા માટે પ્રવેશ મળે તેમ ન હોય જેથી આ બાબતની જાણ ધ્રાંગધ્રા પોલીસને થતા મહિલા પીએસઆઈ દ્વારા બંને યુવતીઓના આધારકાર્ડની કોપી કઢાવી આપી યુવતીઓને સમયસર પરીક્ષા ખંડમાં પ્રવેશ મળે તે માટેની મદદ કરી પોલીસ તરીકેની ઉત્તમ કામગીરી હાથ ધરી હતી.



