તાલુકા પોલીસે અકસ્માત સર્જનાર કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના ઢોલરીયાનગરમાં રહેતા અને વકીલાત કરતાં રાહુલભાઈ રમેશભાઈ બુલવાણીએ જીજે-53-એમ.આર.-9018 નંબરની કારના ચાલક સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મારા મોટાબાપુ હાશાનંદભાઈ કે જેઓ મરણ ગયેલ છે અને તેને ત્રણ દીકરીઓ તથા એક દીકરો શૈલેષ કે જે ભક્તિનગર સર્કલ પાસે રાજ પાઉંભાજી નામે રેકડી રાખી વેપાર ધંધો કરતો હતો અને નિલકંઠ ટોકીઝ પાસે મેહુલનગરમાં તેના પરીવાર સાથે રહેતો હતો મારા મોટાબાપુના દીકરા શૈલેષભાઈ હાશાનંદભાઇની દુકાને કામ કરતા વ્યક્તિનો મને ફોન આવેલ અને જણાવેલ કે શૈલેષભાઇનું એકસીડન્ટ થયેલ છે અને તેને ખાનગી હોસ્પીટલમાં લઈ ગયા છે તમે આવો તેમ કહેતા હું ત્યાં ગયો હતો ત્યાં મારા મોટાબાપુના દીકરા શૈલેષભાઈની સારવાર ચાલુ હતી અને તેને માથામાં ઇજા થયેલ હતી પાઉભાજીની દુકાનમાં કામ કરતા સોનલબેન રાઠોડ હાજર હતા જેને મે બનાવ બાબતે પુછતા તેણે મને જણાવેલ કે તે તથા શૈલેષભાઈ શૈલેષ ભાઈનું સ્પલેન્ડર મો.સા.- ૠઉં-03-અજ-0320માં કાલાવડ રોડ પર જતા હતા. ત્યારે રાત્રીના પોણા અંગીયારેક વાગ્યાની આસપાસ રોડ પર યુ ટર્ન લેતા રાજકોટ તરફથી એક સિલ્વર કલરની કાર પૂર ઝડપે આવી મને તથા શૈલેષભાઈને મોટર સાયકલ સાથે હડફેટે લેતા અમો પડી ગયેલ હતા અને મને શરીરે ઈજાઓ થયેલ હતી અને શૈલેષભાઇને માથામાં ગંભીર ઇજા થયેલ હતી. અને તે કારવાળો પણ ત્યા જ ઉભો રહી ગયેલ કોઈએ 108મા ફોન કરતા અમાને વોકહાર્ટ હોસ્પીટલ સારવારમાં દાખલ કરેલ હતા બાદ આ શૈલેષભાઇનું સારવાર દરમિયાન ગઈ તા.30/03/2025 ના રોજ રાત્રીના આશરે અગીયાર વાગ્યાની આસપાસ મૃત્યુ થયું હોય જેથી આ અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



