વર્લ્ડ ટીબી-ડે હોવાથી હાલમાં જ ભારત સરકારના 100 Days TBElimination પ્રોગ્રામ અંતર્ગત બાલભવન ગેટ પાસે રાજકોટ ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ સાયન્સ, રાજકોટ સરકારી શહેરી અને રાજકોટ મહાનગરપાલિકા ક્ષય વિભાગના સંયુક્ત ઉપક્રમે એક હેલ્થ અવરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આવેલી રાજકોટની જાહેરજનતાએ ટીબી (ક્ષય)થી કઈ રીતે બચી શકાય, કઈ કઈ સાવચેતી રાખી શકાય એ વિશે માહિતી મેળવી હતી અને આ રોગની નાબુદી માટે સરકાર દ્વારા અને જાહેરજીવનમાં ફાર્માસિસ્ટ દ્વારા કઈ રીતે ઉપયોગી થઈ શકાય છે તે વિશેની સંપૂર્ણ માહિતી નુક્કડ નાટક અને ટીબી વિશેની માહિતીપત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રાજકોટ ફાર્માસિસ્ટ એસો. દ્વારા હેલ્થ અવરનેસ કેમ્પ યોજાયો



