By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    2 days ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    2 days ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    3 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    3 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશ ચલાવવો હવે ‘કોમ્પ્રોમાઈઝ્ડ’ PMના ગજા બહારની વાત છે: PM મોદીની કરકસરની અપીલ પર રાહુલ ગાંધીનો પ્રહાર
    54 minutes ago
    તમિલનાડુમાં વિજયની સરકાર બનવા પર હજુ કોકડું ગૂંચવાયેલું
    2 days ago
    શપથગ્રહણ સમયે મંચ પરથી PM મોદીએ માખનલાલ સરકારના ચરણસ્પર્શ કર્યા
    2 days ago
    બંગાળ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બન્યા સુવેન્દુ
    2 days ago
    PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    23 minutes ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    36 minutes ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    3 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    5 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભુવાને ‘ધુણાવતું’ જાથા!, ધતિંગલીલા બંધ કરાવાઇ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ભુવાને ‘ધુણાવતું’ જાથા!, ધતિંગલીલા બંધ કરાવાઇ
રાજકોટ

ભુવાને ‘ધુણાવતું’ જાથા!, ધતિંગલીલા બંધ કરાવાઇ

Khaskhabar Editor
Last updated: 2025/03/17 at 4:34 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

રાજકોટમાં લોકોને તંત્ર-વિદ્યાના નામે છેતરતો ભુવો આંકડાનો જુગાર રમતો હતો!

મેટોડામાં ભુવા સહિત 4 સાગ્રીતોનો પર્દાફાશ: ભુવો લોકો પાસેથી દાણા જોઇ વિધિના નામે રૂપિયા ખંખેરતો હતો

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

મેટોડા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં તંત્રવિદ્યા, વિધિ-વિધાન, બેઠક માટે આવેલ રાજકોટનો ભુવો મહેશ મનજીભાઈ વાળાની ધતિંગલીલાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે મેટોડા પોલીસ સ્ટેશનની મદદથી 1264 મો સફળ પર્દાફાશ કર્યો હતો. ભુવાની 10 વર્ષની કપટલીલાના પર્દાફાશમાં ભુવો આંકડાનો જુગારી નીકળ્યો હતો. ભુવાનો નગ્ન વિડીયો વાયરલ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. બનાવની વિગત પ્રમાણે જાથાના કાર્યાલયે પીડિત દંપતિએ આપેલી હકિકતમાં ભુવો મહેશ હરિધવા મેઈન રોડ, નવનીત હોલવાળી શેરી, મોરારીનગર-3 “મા મસાણી ઘરમાં માતાજીનો મઢ રાખી બાનુ પહેરી લોકોના દુ:ખ-દર્દ, દોરા-ધાગા, નિવારણ વિધિ, બેઠક રાખી ધૂણીને ઉપચારનું કામ કરે છે. બેઠકમાં સાગ્રીતો સાથે આવીને દાણા જોઈ વિધિના રૂા. 5100/-વસુલે છે. વાયણુંવાળા માટે એકવીસ હજારથી એક લાખની વિધિ જણાવે છે. પરિવારમાં અંદરોઅંદર ઝઘડા કરાવવા, સ્મશાનમાં વિધિ, દોરા બાંધવા, યેનકેન છેતરપિંડી આચરે છે. પિડીતાના ઘરે જઈ બે પાકીટ સીગારેટ, ગુલાબનો હાર, આગતા-સ્વાગત જોવાના રૂપિયા સાથે સ્પે. વાહનનું ભાડું વસુલે છે. ઉતારની વિધિમાં ભય-ડર બતાવી મોટી રકમ પડાવે છે. પીડિત દંપતિએ રૂપિયા પીસ્તાલીસ હજારની છેતરપિંડીનો ભોગ બન્યાની હકિકત આપી હતી. ભુવાના ચક્કરમાં પોતે વ્યાજના ચક્કરમાં ફસાયાની સાથે દયનીય આપવિતી જણાવી હતી. જાથાને જરૂરી આધાર-પુરાવા આપ્યા હતા. ભોગ બનેલાની નામાવિલ આપી હતી.

જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ માહિતીના આધારે ખરાઈ કરવા ડમી માણસોને મોકલતા હકિકત સત્ય સામે આવી હતી. પર્દાફાશ કરવાનું નક્કી થયું હતું. જાથાના પંડયાએ પર્દાફાશ પહેલા પોલીસ બંદોબસ્ત માટે મુખ્યમંત્રી, અધિક મુખ્ય સચિવ, આઈ.જી.પી. રાજકોટ રેન્જ, જિલ્લા પોલીસ વડાને પત્ર પાઠવી માંગણી મુજબ મેટોડા પોલીસ સ્ટેશનને જરૂરી સુચના મોકલવામાં આવી હતી. મેટોડા પોલીસ સ્ટેશનમાંથી પી.આઈ. એસ. એચ.શર્માએ હેડ કોન્સ્ટે. યુવરાજસિંહ અશોકસિંહ જાડેજા, હેડ કોન્સ્ટે. હિતેશભાઈ રણછોડભાઈ, મહિલા કોન્સ્ટે. ધર્મિષ્ઠાબેન પ્રવિણભાઈ અને દર્શનાબેન પટેલને જાથાના બંદોબસ્ત માટે ફાળવી દીધા.રાજકોટથી ભુવો મહેશ વાળા તેના સાગ્રીતો ધીરજ વીરજી બગડા, બ્રિજરાજસિંહ જાડેજા, ધર્મેશ હરેશભાઈ, હરેશ હસમુખ સોલંકી મેટોડા દાણા પાડવાની બેઠક માટે રવાના થયા. વિધિ માટેનું રહેઠાણ સુસજજ રાખવામાં આવ્યું. જાથાના ચેરમેન જયંત પંડયાના વડપણ હેઠળ બાલસરના નિર્મળ મેત્રા, વીરડા વાજડીના દિનેશ હુંબલ, રાજકોટથી રોમિત રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, રમેશ પરમાર ભુવાના પર્દાફાશ માટે મેટોડા પોલીસ સ્ટેશને પહોંચી ગયા. મેટોડામાં વિધિ કરવામાં ભુવાએ ત્રણ કલાક મોડું કર્યું. ઘરમાં દાણાની પાટ નાખવામાં આવી અને સાગ્રીતો સાથે ભુવાએ વિધિ શરૂ કરી. પુરાવા આવી જતા મેટોડા પોલીસ સ્ટાફ સાથે જાથાની ટીમ પહોંચી. જાથાના પંડયાએ પરિચય આપી ભુવાને કીધું કાયમી ધતિંગ બંધ કરાવવા આવ્યા છીએ. ભુવા મહેશ અને સાગ્રીતોને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા. ભુવો મહેશ વાળાના હોંશકોંશ ઉડી ગયા હતા. તેવામાં ભુવો આંકડાનો જુગાર રમતો હતો. ભુવા મહેશ વાળાએ આંકડાનો જુગાર રમતો હોવાનું સ્વીકારી, નગ્ન હાલતમાં વિડીયોની ચોખવટ કરી હતી. પીડિતાના રૂપિયા પરત આપવાની બાંહેધરી આપી હતી. કાયમી ધતિંગલીલાની બંધની ખાત્રી આપી હતી.
વિજ્ઞાન જાથાનો 1264 મો સફળ પર્દાફાશમાં રાજકોટ જિલ્લા પોલીસ વડા, એલઆઈબી, મેટોડા પોલીસ સ્ટેશનનો આભાર માન્યો હતો. જાથાના દિનેશ હુંબલ, નિર્મળ મેત્રા, અંકલેશ ગોહિલ, રમેશ પરમાર, રોમિત રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, રવિ પરબતાણી, પ્રકાશ મનસુખભાઈ, ભાનુબેન ગોહિલે ઉત્કૃષ્ઠ કામગીરી કરી હતી અને પોલીસ સ્ટાફમાંથી યુવરાજસિંહ જાડેજા, હિતેશભાઈ રાઠોડ, ધર્મિષ્ઠાબેન પ્રવિણભાઈ, દર્શનાબેન પટેલ પર્દાફાશની કામગીરીમાં જોડાયા હતા.

- Advertisement -

ભૂવો લોકોનાં દુ:ખ-દર્દ દૂર કરવાના નામે તગડી ફી વસૂલતો: જાથા
1. દોરા-ધાગા જોવાનું, ઉતાર કાઢવાનું કામ છેલ્લાં 10 વર્ષથી કરતો
2. પ્રથમ બેઠકના રૂ. 5100 બાદ દાણા જોઈ રૂ. 21000થી 1 લાખની ફી વસૂલતો
3. તંત્રવિદ્યામાં નગ્ન હાલતમાં વિધિ-વિધાન
4. ભૂવો સ્વિફટ ગાડી, સાગરીતોની મોટી ફોજ ધરાવે છે
5. પતિ-પત્નીના ઝઘડાઓ, પિતૃ નડતરની વિધિના રૂ. 21000
6. વાયણ વાળવાની વિધિના રૂ. 35000
7. કાળા દોરા આપી, કાળું કપડું, ઉતાર વિધિમાં પૂતળા બનાવી ચાર ચોકમાં મૂકવા
8. દુ:ખી લોકોને વડિયો દ્વારા વિધિ-વિધાન કરાવતો

You Might Also Like

કારખાનેદાર પિતાએ પુત્ર-પુત્રીને ટૂંપો દઈ હત્યા નિપજાવી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

શુદ્ધ-સાત્વિક-સુંદર: સમગ્ર સમાજને સ્વસ્થ બનાવવાની દિશામાં કાર્ય કરતી અનોખી પહેલ લોકો માટે પ્રેરણાદાયક

ખાખી માત્ર યુનિફોર્મ નથી, લોકોના વિશ્ર્વાસની જવાબદારી છે: PI જયેશ વાઢીયા

બીજા દિવસે પણ સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર

20મીએ દવાની દુકાનો બંધ રહેશે

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સોનામાં 1200નો વધારો: ફરી 90,000ને પાર
Next Article રાજકોટમાં પોલીસ પર હુમલો કરનાર કુખ્યાત માજીદને SOGએ પકડી લીધો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો

Khaskhabar Editor Khaskhabar Editor 23 minutes ago
ગુજરાતમાં 45 ડિગ્રી સાથે આકરી હીટવેવની આગાહી, કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ ઍલર્ટ જાહેર
IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
દેશ ચલાવવો હવે ‘કોમ્પ્રોમાઈઝ્ડ’ PMના ગજા બહારની વાત છે: PM મોદીની કરકસરની અપીલ પર રાહુલ ગાંધીનો પ્રહાર
વિટામિન, પ્રોટીન અને એનો ધંધો
પોતાના દિવ્યાંગ બાળકના ઉછેર સાથે અનેક દિવ્યાંગ બાળકો માટે આશાનું કિરણ બન્યાં: બીજલ હરખાણી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

કારખાનેદાર પિતાએ પુત્ર-પુત્રીને ટૂંપો દઈ હત્યા નિપજાવી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

શુદ્ધ-સાત્વિક-સુંદર: સમગ્ર સમાજને સ્વસ્થ બનાવવાની દિશામાં કાર્ય કરતી અનોખી પહેલ લોકો માટે પ્રેરણાદાયક

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

ખાખી માત્ર યુનિફોર્મ નથી, લોકોના વિશ્ર્વાસની જવાબદારી છે: PI જયેશ વાઢીયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?