ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જુનાગઢ પાદરીયા નજીક ગિરનારની ગોદમાં આવેલું મહાકાળી ધામ ખાતે મહાકાલેશ્વર મહાદેવની મહાશિવરાત્રીની લઘુરૂદ્ર મહાપુજા જાણીતા ઉદ્યોગપતિ અનેક શૈક્ષણિક સંસ્થાના શિવ ઉપાસક એવા અરૂણભાઇ મુછાળા પરિવાર દ્વારા ગઈકાલે રાત્રિના વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ સંપન્ન થઈ હતી ગિરનારની સાનિધ્યમાં આવેલ મહાકાળી ધામના પવિત્ર અને સુગંધિત વાતાવરણ વચ્ચે શ્રી યંત્રના શિખર સાથેનું આ દિવ્ય મંદિર અને મંદિર ફરતે બીલીપત્રનું વન અને સુંદર મજાનું રમણીય સ્થળ શિવ ભક્તિ માટે અનેરૂ મહત્તમ ધરાવે છે ત્યારે અરૂણભાઇ મુછાળા અને તેમના પરિવારે પ્રતિ વર્ષ શિવરાત્રીની મધ્યરાત્રીએ મહાદેવની મહાપૂજા વિધિવિધાનથી કરાઈ હતી અને બ્રાહ્મણોએ મંત્રોચ્ચારથી ગિરનારની ગિરિકંદરાઓને ગુંજાવી દીધી હતી મહાપુજા માં 15 જેટલા દ્રવ્યોથી મહાદેવને અભિષેક કરાયો હતો જેમાં દૂધ મધ શેરડીનો રસ સાકર ગંગાજળ નાળિયેર પાણી સહિતના પવિત્ર દ્રવ્યોથી મહાદેવને હર હર મહાદેવના નાથ સાથે અભિષેક કરાયો હતો છેલ્લે મહાદેવને બીલીપત્રનો હાર અને ભોગ લગાડી મહાદેવની મહા આરતી કરાઈ હતી આ પ્રસંગે મહાકાળીધામના મહંત પણ ઉપસ્થિત રહ્યા હતા.
ગિરનારની ગોદમાં આવેલાં મહાકાલેશ્વર મહાદેવની મહાશિવરાત્રીની લઘુરૂદ્ર મહાપૂજા



