અમેરિકાએ તાકાત બતાવી: મિનિટમેન III (મિટમેન-3) ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યુ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.20
- Advertisement -
અમેરિકાએ ફરી એકવાર પોતાની પરમાણુ શક્તિનું પ્રદર્શન કર્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સે બુધવાર, 19 ફેબ્રુઆરીના રોજ એક નિ:શસ્ર મિનિટમેન III મિસાઇલનું પરીક્ષણ કર્યું. આ સફળ પરીક્ષણ કેલિફોર્નિયાના વેન્ડેનબર્ગ સ્પેસ ફોર્સ બેઝ પરથી કરવામાં આવ્યું. આ પરીક્ષણનો હેતુ અમેરિકાના પરમાણુ શસ્રોની સલામતી, વિશ્વસનીયતા અને અસરકારકતા દર્શાવવાનો હતો. આ પરીક્ષણ અમેરિકાની નિયમિત પ્રવૃત્તિઓનો એક ભાગ છે. આ પહેલા પણ અમેરિકામાં આ મિસાઈલના ઘણા સફળ પરીક્ષણો કરવામાં આવ્યા છે. આ પરીક્ષણ યુએસ એરફોર્સ અને વેન્ડેનબર્ગ સ્પેસ ફોર્સ બેઝની ટીમ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. મિનિટમેન ઈંઈંઈં મિસાઇલ એક ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM) છે. જોકે, પરીક્ષણમાં ઉપયોગમાં લેવાયેલી મિસાઇલમાં કોઈ શસ્રો સ્થાપિત નહોતા. લોન્ચ દરમિયાન એક ટેલિમીટર્ડ જોઈન્ટ ટેસ્ટ એસેમ્બલી રીએન્ટ્રી વાહન તૈનાત કરવામાં આવ્યું હતું. તે મિસાઇલની ગતિવિધિઓ પર નજર રાખવા માટે સ્થાપિત થયેલ છે. ‘આજનું મિનિટમેન ઈંઈંઈં પરીક્ષણ એ દર્શાવવાનો એક માર્ગ છે કે યુએસ પરમાણુ દળો કેટલા તૈયાર, સચોટ અને વ્યાવસાયિક છે,’ પરીક્ષણ પછી કાર્યકારી યુએસ વાયુસેના સચિવ ગેરી એશવર્થે જણાવ્યું હતું. આ પરીક્ષણ દેશના પરમાણુ નિવારણ મિશનની અસરકારકતામાં વિશ્વાસ પણ વધારે છે. તેમણે કહયું કે આ કસોટી 377મા કસોટી અને મૂલ્યાંકન જૂથની દેખરેખ હેઠળ લેવામાં આવી હતી.
આ એક અમેરિકન સંસ્થા છે જે ICBMનું પરીક્ષણ કરે છે. સ્પેસ લોન્ચ ડેલ્ટા 30 ના ડેપ્યુટી કમાન્ડર કર્નલ ડોરિયન હેચરે જણાવ્યું હતું કે આ પરીક્ષણ અમેરિકાની પરમાણુ નીતિનો એક ભાગ છે. અમેરિકા માને છે કે પરમાણુ શસ્રો યુદ્ધ અટકાવવામાં મદદ કરે છે. આનાથી અન્ય દેશોને ખબર પડે છે કે જો તેઓ અમેરિકા પર હુમલો કરશે તો તેમને ભારે નુકસાન થશે. તેમણે કહયું કે આ પરીક્ષણ આપણા દુશ્મનોને સંદેશ આપે છે કે અમેરિકા પોતાનો અને તેના સાથીઓનો બચાવ કરવા તૈયાર છે. મિનિટમેન III એક આંતરખંડીય બેલિસ્ટિક મિસાઇલ છે, જેને યુએસ આર્મીમાં પહેલાથી જ સામેલ કરવામાં આવી છે. આ અમેરિકાના સૌથી શક્તિશાળી પરમાણુ શસ્રોમાંનું એક છે. આ મિસાઇલ 10,000 કિલોમીટર સુધી પ્રહાર કરી શકે છે અને 24,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરવામાં સક્ષમ છે. બુધવારે અમેરિકામાં કરવામાં આવેલા પરીક્ષણમાં, મિસાઇલમાં કોઈ શસ્રો સ્થાપિત કરવામાં આવ્યા ન હતા પરંતુ તેમાં ત્રણ વોરહેડ પણ સ્થાપિત કરી શકાય છે. આનો અર્થ એ થયો કે આ મિસાઇલ એકસાથે ત્રણ સ્થળોએ પરમાણુ હુમલો કરી શકે છે. તેની રેન્જ પ્રમાણે, આ મિસાઈલ વિશ્વના કોઈપણ ખૂણામાં પરમાણુ હુમલો કરવા સક્ષમ છે.
આ પરીક્ષણ વેન્ડેનબર્ગ સ્પેસ ફોર્સ બેઝ ખાતે સવારે 1 વાગ્યે પૂર્ણ થયું આ મિસાઇલ 10,000 કિલોમીટર સુધી પ્રહાર કરી શકે છે અને 24,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરી શકે છે